ગુજરાત

gujarat

સલમાન ખાનની સુરક્ષાને લઈને મુંબઈ પોલીસ એલર્ટ, લોરેન્સ બિશ્નોઈની ધમકીને લઈને 'ટાઈગર'ની કડક સુરક્ષા

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 12:52 PM IST

Salman Khan gets new threat : સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસે આ બાબતે સચેત બનીને અભિનેતાની સુરક્ષાની સમીક્ષા કરી છે અને નવા પગલાં લીધા છે.

Etv BharatSalman Khan gets new threat
Etv Salman Khan gets new threat

મુંબઈઃબોલિવૂડના 'દબંગ' સલમાન ખાન ફરી એકવાર પોતાની સુરક્ષાને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં પંજાબી સિંગર અને એક્ટર ગિપ્પી ગ્રેવાલના કેનેડામાં ઘર પર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ મેસેજ સલમાન ખાનને મોકલવામાં આવ્યો હતો. ગેંગસ્ટરે ગિપ્પી ગ્રેવાલને મેસેજ પણ કર્યો હતો કે આ સલમાન ખાન સાથે રહેવાનું પરિણામ છે. આવી સ્થિતિમાં Y પ્લસ સુરક્ષાથી સજ્જ સલમાન ખાનની સુરક્ષાને વધુ કડક બનાવવાની સમીક્ષા કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈની નવી ધમકી બાદ મુંબઈ પોલીસે અભિનેતાની સુરક્ષાને વધુ કડક બનાવવા સમીક્ષા કરી છે. સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ તરફથી વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

સલમાનને મળી નવી ધમકીઃસલમાન ખાનને ફેસબુક પર લોરેન્સ બિશ્નોઈ તરફથી નવી ધમકી મળી છે, જેના પછી મુંબઈ પોલીસે સલમાનની Y-પ્લસ સુરક્ષાની સમીક્ષા કરી અને તેને વધુ કડક બનાવવા માટે પગલાં લીધાં. તે જ સમયે, ક્યાંક સલમાન ખાન પણ ચિંતિત બન્યો છે. મુંબઈ પોલીસે સલમાન ખાનને સતર્ક રહેવા કહ્યું છે.

સમીક્ષા અધિકારીએ શું કહ્યું?: સલમાન ખાનની સુરક્ષાની સમીક્ષા કરતી વખતે, એક અધિકારીએ કહ્યું છે કે, 'અમે અભિનેતાને મળેલી નવી ધમકીના આધારે તેની સુરક્ષાની સમીક્ષા કરી છે, જેથી કોઈ પણ પ્રકારની ખામી ન હોય, તેથી અમે અભિનેતાનો પણ સંપર્ક કર્યો છે.અને તેમને સતર્ક રહેવા આદેશ આપ્યો છે.

ગિપ્પી ગ્રેવાલ પર થયો હુમલોઃ તમને જણાવી દઈએ કે, લૉરેન્સ બિશ્નોઈ ગેંગે તાજેતરમાં કેનેડામાં પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલના ઘરે સવારે 12.30 થી 1 વાગ્યાની વચ્ચે ગોળીબાર કર્યો હતો. ગિપ્પીએ કહ્યું હતું કે તે સમયે તે સમજી શક્યો ન હતો કે શું થઈ રહ્યું છે. ત્યારબાદ આ હુમલાની જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈએ અભિનેતાને સલમાન ખાનથી દૂર રહેવાની સલાહ આપી હતી. તે જ સમયે, ગિપ્પીએ કહ્યું હતું કે તેનો સલમાન ખાન સાથે કોઈ સંબંધ નથી.

આ પણ વાંચો:

  1. બિગ બોસ 17માં 'ઓરી'એ કર્યો ખુલાસો, ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પોસ્ટ કરવા માટે મળે છે અધધ રુપિયા
  2. પંકજ ત્રિપાઠીની 'મૈં અટલ હૂં'ની રિલીઝ ડેટ જાહેર, જાણો કયા દિવસે થિયેટરોમાં આવશે

ABOUT THE AUTHOR

...view details