ગુજરાત

gujarat

Don 3: 'ડોન 3'નો જાહેરાત વીડિયો આવ્યો સામે, જાણો ફિલ્મના મુખ્ય અભિનેતા કોણ છે ?

By

Published : Aug 9, 2023, 1:19 PM IST

શાહરુખ ખાન અભિનીત ડોન ફિલ્મ ચર્ચાનો વિષય બની છે. પરંતુ સમય સાથે બધુ બદલાય છે. આ વખતે શાહરુખ ખાનનું સ્થાન કોણ લેશે તે અંગે મોટો પ્રશ્ન હતો. આખરે 'ડોન 3'નો એક જાહેરાત વીડિયો બહાર થતા જ જવાબ મળી ગયો છે. નિર્માતાઓએ બુધવારે ટાઈટલની જાહેરાત સાથે વીડિયોમાં રણવીર સિંહને નવા ડોન તરીકે બતાવ્યા છે.

Don 3: 'ડોન 3'નો જાહેરાત વીડિયો આવ્યો સામે, જાણો ફિલ્મના મુખ્ય અભિનેતા કોણ છે ?
Don 3: 'ડોન 3'નો જાહેરાત વીડિયો આવ્યો સામે, જાણો ફિલ્મના મુખ્ય અભિનેતા કોણ છે ?

હૈદરાબાદ:ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તરની પ્રિય એકક્શન ફ્રે્નચાઈઝી 'ડોન 3'ની જાહેરાત કરવમાં આવી છે. હવે રણવીર સિંહ ડોનના અવતારમાં જોવા મળશે. આ જાહેરાત ફરહાન અખ્તર અને તેમના નજીકના મિત્ર રિતેશ સિધવાની, સહ સ્થાપિત પ્રોડક્શન બેનર એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર રણવીર સિંહનો ફર્સ્ટ લુક વીડિયો શેર કર્યો છે. રણવીર સિંહ અને ફરહાન ફરી પાછા એક સાથે કામ કરી રહ્યા છે.

ડોન 3 જાહેરાત વિડિઓ: એક્સેલ એન્ટરટેઈન્મેન્ટની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, ''એક નવો યુગ શરુ થાય છે. ડોન 3.'' અગાઉ સુપરસ્ટાર શાહરુખ ખાને ફરહાનની વર્ષ 2006ની ફિલ્મ 'ડોન' અને તેમની રોમાંચક 2011ની સિક્વલ 'ડોન 2'માં પ્રભાવશાળી ડોનની ભૂમિકા ભજવી હતી. આ બન્ને ફિલ્મમાંં પ્રિયંકા ચોપરા પણ જોવા મળી હતી. વર્ષ 1978માં અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ 'ડોન' બની હતી, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મની સ્ટોરી જાવેદ અખ્તર અને સલીમ ખાન દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

ડોન 3માં રણવીર સિંહ: રણવીરે ઝોયા અખ્તરની વર્ષ 2015ની ફિલ્મ 'દિલ ધડકને દો'માં સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. 'ડોન 3'ની સ્ટોરી ફરહાન અન કુશળ જોડી પુષ્કર અને ગાયત્રીના સહયોગથી લખવામાં આવી છે, જેઓ ફિલ્મ 'વિક્રમ વેધા' માટે જાણીતા છે. રણવીર સિંહ ડોન તરીકે બોક્સ ઓફિસ પર તુફાન મચાવવા માટેની તૈયારી કરી રહ્યા છે. તેઓ ચાહકોને મંત્રમુગ્ધ કરવા માટે આવી રહ્યા છે. રણવીર સિંહ હાલમાં કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળે છે. આ ફિલ્મમાં તેમની સાથે સહ અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટ જોવા મળે છે.

  1. Box Office Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના બિઝનેસમાં થયો ઘટાડો, 12માં દિવસે આટલી કમાણી કરી
  2. Director Siddique: 'બોડીગાર્ડ' ફિલ્મના નિર્દેશક સિદ્દિકીનું અવસાન, સાંજે 6 કલાકે થશે અંતિમ સંસ્કાર
  3. Mahesh Babu Birthday: 'ગુંટુર કરમ' ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, નિર્માતાઓએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ABOUT THE AUTHOR

...view details