ગુજરાત

gujarat

Project K: ટાઈમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર 'પ્રોજેક્ટ કે', ફિલ્મ ભારતનું સૌથી મોટું સિનેમેટિક યુનિવર્સ બનશે

By

Published : Jul 17, 2023, 3:34 PM IST

નાગ અશ્વિન દિગ્દર્શિત ફિલ્મના ફર્સ્ટ લૂકની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. પ્રભાસની સાય-ફાઈ ફેન્ટેસી ફિલ્મ 'પ્રેજેક્ટ કે'નું પોસ્ટર ટાઈમ્સ સ્ક્વેર, USA ખાતે બિલબોર્ડ પર જોવા મળે છે. આ સાથે 'પ્રેજેક્ટ કે' ભારતનું સૌથી મોટું સિનેમેટિક યનુવર્સ બનશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

ટાઈમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર 'પ્રોજેક્ટ કે', ફિલ્મ ભારતનું સૌથી મોટું સિનેમેટિક યુનિવર્સ બનશે
ટાઈમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર 'પ્રોજેક્ટ કે', ફિલ્મ ભારતનું સૌથી મોટું સિનેમેટિક યુનિવર્સ બનશે

હૈદરાબાદ: પ્રભાસ અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ 'પ્રેજેક્ટ કે'ના નિર્માતાઓએ ચાહકોમાં ફિલ્મ અંગેની જિજ્ઞાસા જગાડવા માટે કોઈ કસર છોડી નથી. ચાહકો આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત છે. સાન ડિઓગો કોમિક-કોન ખાતે લુક, ટ્રેલર અને તારીખ લોન્ચિગથી લઈને ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવા સુધી તમામ પ્રક્રિયાએ ચાહકોને આકર્ષિત કર્યા છે.

સિનેમેટિક યુનિવર્સ બનશે: તાજેતરમાં ન્યૂયોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર 'પ્રોજેક્ટ કે'નું વિઝ્યુઅલ દર્શાવવામાં આવ્યું હતું. પોસ્ટરનું વિઝ્યુઅલ વૈજ્યંતિ મૂવીઝે તેમના ઈન્સ્ટગ્રામ પેજ પર શેર કર્યું હતું. વૈજ્યંતિ મૂવીઝ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે, ''ટાઈમ્સ સ્ક્વેર USA ખાતે. પ્રેજેક્ટક કે બિલબોર્ડ US. તારીખ 20 જુલાઈના રોજ પ્રથમ ઝલક. વોટ ઈઝ પ્રોજેક્ટ કે.'' બિલબોર્ડ એ હકીકકતને પ્રકાશિત કરે છે, 'પ્રોજેક્ટ કે' ભારતનું સૌથી મોટું સિનેમેટિક યુનિવર્સ બનવા જઈ રહ્યું છે.

ફિલ્મનો ફર્સ્ટ લુક: હવે ચાહકો કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક પ્રશંસકે કહ્યું છે કે, 'વિજ્યંતી મૂવીઝે તમને ભારતના સૌથી મોટા સેનામેટિક યુનુવર્સનો ઉલ્લેખ કર્યો છે. સિનેમેટિકનો અર્થ નિરંતરતા છે, ફ્રેંચાઈઝી છે.' અન્ય જુઝર્સે કહ્યું છે કે, 'એની વન ફોકસ્ડ ઓન બીજીએમ મયૂઝિક'. ફિલ્મનો ફર્સ્ટ લુક, ટ્રેલર અને રિલીઝ ડેટ SDCC 2023માં યુએસ માટે તારીખ 20 અને ભારત માટે તારીખ 21 જુલાઈના રોજ જાહેર કરવમાં આવશે.

ફિલ્મના ટ્રેલરનું લોન્ચિગ: ટ્રેલરનું લોન્ચિંગ પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસનની સાથે ડિરેક્ટર નાગ અશ્વિનની હાજરીમાં કરવામાં આવશે. પ્રોજેક્ટ કેનું નિર્માણ વૈજ્યંતી મૂવીઝના અશ્વીની દત્ત દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રભાસ અને કમલ હાસન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે ચાહકો આ ફિલ્મ જોવા માટે રાહ જોઈ રહ્યાં છે.

  1. Bigg Boss Ott 2: સલમાન ખાને વિકેન્ડ કા વાર છોડ્યો, એલ્વિશ યાદવ કેપ્ટન તરીકે નિયુક્ત થયા
  2. Akash Choudhary: ભાગ્ય લક્ષ્મી અભિનેતા સાથે બની દુર્ઘટના, જાણો આકાશ ચૌધરીની હેલ્થ અપડેટ
  3. Merry Christmas New Poster: કેટરીના કેફની 'મેરી ક્રિસમસ' ફિલ્મનું પોસ્ટર રિલીઝ, યોદ્ધા સાથે ટકરાશે

ABOUT THE AUTHOR

...view details