ગુજરાત

gujarat

Ragneeti Wedding Reception: લગ્ન બાદ પરિણીતી-રાઘવના રિસેપ્શનની આવી તસવીર, મનીષ મલ્હોત્રા-સાનિયા મિર્ઝાએ પાર્ટીને ચમકાવી

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 12:06 PM IST

તારીખ 24 સપ્ટેમ્બરે બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વેડિંગ રિસેપ્શનમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પાર્ટીમાં મહેફીલ જમાવી હતી.

લગ્ન બાદ પરિણીતી-રાઘવના રિસેપ્શનની આવી તસવીર, મનીષ મલ્હોત્રા-સાનિયા મિર્ઝાએ પાર્ટીને ચમકાવી
લગ્ન બાદ પરિણીતી-રાઘવના રિસેપ્શનની આવી તસવીર, મનીષ મલ્હોત્રા-સાનિયા મિર્ઝાએ પાર્ટીને ચમકાવી

હૈદરાબાદ: બોલિવુડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન તારીખ 24 સપ્ટેમ્બરે ઉદયપુરના શાહી મહેલ લીલા પેલસમાં થયા હતા. પરિણીતી અને રાઘવના લગ્નમાં બોલિવુડ અને રાજકીય મહેમાનોએ હાજરી આપી હતી અને ખૂબ જ એન્જોય કર્યું હતું. ચાહકો આ કપલના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગઈકાલે આયોજીત કપલના વેડિંગ રિસેપ્શનની તસવીરો સામે આવી છે.

પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા વેડિંગ રિસેપ્શનની તસવીરો

રિસેપ્શનમાં પરિણીતીનો શાદનાર લુક: પરિણીતીએ તેમના લગ્નના રિસેપ્શનમાં પિંક કલરની સાડી અને પિંક કલરની બંગડીઓ પહેરી હતી. માથા પર કંકુ અને ચેહરા પર જીવનની નવી શરુઆતની ખુશી જોવા મળી હતી. રાઘવ ચઢ્ઢા બ્લેક ટક્સીડોમાં સજ્જ જોવા મળ્યા હતા. વેડિંગ રસેપ્શનમાં ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા જોવા મળે છે. આ દરમિયાન ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આઈવરી કલરનો ડ્રેસ પહેર્યો હતો.

પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા વેડિંગ રિસેપ્શનની તસવીરો

રિસેપ્શનમાંથી પરિણીતી-રાઘવની તસવીર વાયરલ:તારીખ 24 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યા પછી યોજાયેલા વેડિંગ રિસેપ્શનમાંથી પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની તસવીરો વાયરલ થઈ રહી છે. ધીરે ધીરે મહેમાનોએ પણ લગ્નની તસવીરો શેર કરવાનું શરુ કરી દીધું છે. પરિણીતી ચોપરા માટે વેડિંગ લહેંગા તૈયાર કરનાર ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ પણ મિડનાઈટ બ્લેક કોસ્યુમાં વેડિંગ રસેપ્શનની તસવીરો શેર કરી છે.

પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા વેડિંગ રિસેપ્શનની તસવીરો

રસેપ્શનમાં સાનિયા મિર્ઝાનો લુક:પરિણીતીના લગ્નમાં પૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પોતાની બહેનની સાથે પહોંચી હતી. સાન્યાએ લગ્નમાં સરારા અને રસેપ્શનમાં આઈવરી કલરનો સુંદર ડ્રેસ પસંદ કર્યો હતો. સાનિયા મિર્ઝાએ પણ વેડિંગ રસેપ્શનની તસવીરો શેર કરી છે. રાઘવ ચઢ્ઢાના ફેશન ડીઝાઈનર કાકા પવન સચદેવ પણ લગ્નમાં ફુલ ઓફ સ્ટાઈલમાં જોવા મળ્યા હતા.

પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા વેડિંગ રિસેપ્શનની તસવીરો
પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા વેડિંગ રિસેપ્શનની તસવીરો
  1. Parineeti Raghav Chadha Sangeet: સંગીત સેરેમનીમાંથી પરિણીતી રાઘવની પહેલી તસવીર સામે આવી, જુઓ કપલની શાનદાર ઝલક
  2. Parineeti And Raghav Are Married: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાયા, લગ્નની પ્રથમ તસવીર આવી સામે
  3. Ragneeti Wedding Pics: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢાના લગ્નની તસવીરો આવી સામે, સેલેબ્સ ચાહકોએ પાઠવ્યા અભિનંદન

ABOUT THE AUTHOR

...view details