ગુજરાત

gujarat

Mahakal Temple: ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે મહાકાલેશ્વરના દર્શનાર્થે પહોંચ્યા

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 6:02 PM IST

બોલિવુડ ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા અને તેમના ભાવિ પતિ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા શનિવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પહોંચ્યા હતાં. પરિણીતી-રાઘવે મહાકાલની પૂજા કરી હતી. આ દરમિયાન આ યુગલને જોવા માટે બાબા મહાકાલ મંદિરે દર્શન કરવા આવેલા સામાન્ય ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે મહાકાલેશ્વરના દર્શનાર્થે પહોંચ્યા હતા
ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે મહાકાલેશ્વરના દર્શનાર્થે પહોંચ્યા હતા

ઉજ્જૈન:ઉજ્જૈનના 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા મહાકાલેશ્વર મંદિરમાં સમગ્ર શ્રવાણ દરમિાયન હજારો ભક્તોએ ભગવાન મહાકાલના દર્શન કરીને અભિષેક કર્યો હતો. ત્યારે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પણ મહાકાલનું દર્શન કરવાનું ભૂલ્યા ન હતા. તાજેરતરમાં જ બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા બાબા મહાકાલના દર્શન કરવા ગયા હતા.

ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે મહાકાલેશ્વરના દર્શનાર્થે પહોંચ્યા હતા

પરિણીતી-રાઘવ માહાકાલેશ્વર મંદિર પહોંચ્યા: ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા અને તેમના ભાવિ પતિ આમ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા ઉજ્જૈન ઈન્દોર પહોંચ્યા હતા. આ કપલ શનિવારે સવારે ભગવાન મહાકાલના દર્શન કરવા માટે મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા. મહાકાલેશ્વરના પુજારીએ પૂજા પૂર્ણ કરી હતી. આ દરમિયાન પરિણીતી ચોપરાએ પૂજા અર્ચના કરી હતી. અભિનેત્રી ગર્ભગૃહમાં પ્રવેશ બંધ થવાને કારણે નદીના સભાખંડમાં બેઠી હતી.

ભગવાન મહાકાલના દર્શન કર્યા: અગાઉ પણ પરિણીતી પોતાના ભાવિ પતિ રાઘવ ચઢ્ઢા સાથે ભગવાન માહાકાલના દર્શન કરવા માટે આવી હતી. ઉજ્જૈન એવું માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનામાં ભગવાન મહાકાલના દર્શન કરવાથી તમામ મનોકાનાઓ પૂર્ણ થાય છે. જ્યારે ગર્ભગૃહમાં પ્રેવેશ બંધ હોવાથી તેઓ દરવાજામાંથી જ ભગવાન મહાકાલના દર્શન કરીને ઈન્દોર જવા રવાના થયા હતા. આ દરમિયાન પુજારીએ પરિણીતી ચોપરા સાથે વાત કરી હતી.

સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી:પૂજા દરમિયાન સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર પ્રબંધન સમિતિને આ બંનેના આગમનની માહિતી પહેલાથી જ મળી ગઈ હતી. તેથી તેમની પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. અભિનેત્રી છેલ્લે એડવેન્ચર ડ્રામા 'ઉંચાઈ'માં જોવા મળી હતી. સુરજ બડજાત્યાની નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન અને અનુપમ ખેર પણ મહત્ત્વની ભૂમિકામાં છે. પરિણીતી 'ચમકિલા' ફિલ્મમાં જોવા મળશે.

  1. Opening Day Collection: આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની શાનદાર કમાણી, જાણો પ્રથમ દિવસનું કલેકશન
  2. Dev Kohli Demise : દેવ કોહલીનું પ્રથમ ગીત સુપરહિટ, તેમ છતાં 18 વર્ષ સુધી ઓળખ ન મળી
  3. Siddhivinayak Temple: નેશનલ એવોર્ડ જીતનાર કૃતિ સેનને પરિવાર સાથે સિદ્ધિવિનાયકના દર્શન કર્યા, વીડિયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details