ગુજરાત

gujarat

મેરા દિલ યે પુકારે આજા ગીત પર કેટરીના કૈફે બનાવી રીલ, જેના ચાહકો બન્યા દિવાના

By

Published : Nov 28, 2022, 4:17 PM IST

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી કેટરિના કૈફે (Actress Katrina Kaif) મેરા દિલ યે પુકારે આજા ગીત પર તેની રીલ બનાવી (Katrina Kaif reel on mera dil ye pukare aaja) છે. રીલ સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ વાયરલ થઈ ગઈ છે. અભિનેત્રી કેટરિના કૈફ સ્લીવલેસ બ્લાઉઝ સાથે ગ્રે સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

Etv Bharatમેરા દિલ યે પુકારે આજા ગીત પર કેટરીએ બનાવી રીલ, જેના ચાહકો બન્યા દિવાના
Etv Bharatમેરા દિલ યે પુકારે આજા ગીત પર કેટરીએ બનાવી રીલ, જેના ચાહકો બન્યા દિવાના

મુંબઈઃવેડિંગ રિસેપ્શન દરમિયાન મેરા દિલ યે પુકારે આજા ગીત પર ડાન્સ કરતી આયેશા નામની પાકિસ્તાની યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી લોકોમાં આ ગીત પર રીલ બનાવવાની સ્પર્ધા ચાલી હતી. ઘણા લોકોએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવ્યા અને અપલોડ કર્યા હતા. આ ટ્રેન્ડની યાદીમાં બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી કેટરીના કૈફ (Actress Katrina Kaif) નું નામ પણ જોડાઈ ગયું છે. કેટરિના કૈફએ સિલ્વર કલરની સાડીમાં રીલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી (Katrina Kaif reel on mera dil ye pukare aaja) છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો: 'ફોન ભૂત' અભિનેત્રી કેટરિના કૈફ સ્લીવલેસ બ્લાઉઝ સાથે ગ્રે સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે એટલું ઓછું નહોતું કે, તેમણે બોલિવૂડની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરના ગીત 'મેરા દિલ યે પુકારે આજા'નું રિમિક્સ વર્ઝન 'મેરા દિલ યે પુકારે આજા' ગીત પર પણ રીલ બનાવી હતી. હવે તેના આકર્ષક પ્રદર્શન પર ચાહકો બન્યા દિવાના છે. કેટરિના કૈફે આ રીલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું 'મેરા દિલ યે પુકારે આજા'. કેટરીના રીલમાં પોતાની સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે. ચાહકો તેની સુંદરતા અને અદ્ભુત શૈલીને વારંવાર જોવાથી પોતાને રોકી શકતા નથી. વીડિયો સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો.

મેરા દિલ યે પુકારે આજા:પાકિસ્તાની છોકરીઆયેશાની 'મેરા દિલ યે પુકારે આજા' પછી જોરદાર ટ્રેન્ડ થયો હતો. પાક ગર્લ રીમિક્સ વર્ઝન પર ગ્રેસ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. જેને ચાહકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો અને તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. કેટરિના કૈફ પણ આ ટ્રેન્ડમાં ડૂબી ગઈ, તેથી તેમણે એક સરસ રીલ શેર કરી હતી. આ દરમિયાન કેટરિના કૈફના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં તેની ફિલ્મ 'ફોન ભૂત' રીલિઝ થઈ છે. ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર પણ છે. નોંધપાત્ર વાત એ છે કે, કેટરિના પાસે સલમાન ખાન સ્ટારર 'ટાઈગર-3' સહિત ઘણી ફિલ્મ છે.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details