ગુજરાત

gujarat

ક્રિકેટર જસપ્રીતે પહેર્યો હતો 1 લાખનો શર્ટ, જાણો આલિયા અને મલાઈકા સાથે છે ખાસ કનેક્શન

By

Published : Dec 5, 2022, 5:42 PM IST

ટીમ ઈન્ડિયાના બોલર જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) એક લાખ રૂપિયાથી વધુની કિંમતનું ઈન્ટરનેશનલ બ્રાન્ડનું બાલેન્સિયાગા શર્ટ પહેર્યું (Jasprit Bumrah and Balenciaga) છે. બુમરાહના આ શર્ટ સાથે આલિયા ભટ્ટ અને મલાઈકા અરોરાનું ખાસ જોડાણ છે.

Etv Bharatક્રિકેટર જસપ્રીત બુમરાહે પહેર્યો હતો 1 લાખનો શર્ટ, આલિયા-મલાઈકા સાથે છે ખાસ કનેક્શન
Etv Bharatક્રિકેટર જસપ્રીત બુમરાહે પહેર્યો હતો 1 લાખનો શર્ટ, આલિયા-મલાઈકા સાથે છે ખાસ કનેક્શન

હૈદરાબાદઃ બોલિવૂડ અને ક્રિકેટ એકબીજા સાથે કેટલા જોડાયેલા છે તે કહેવાની જરૂર નથી. એટલું જ કહી શકાય કે, બોલિવૂડ એક્ટ્રેસનું દિલ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો માટે ધડકે છે. આનું તાજેતરનું ઉદાહરણ છે, ક્રિકેટર શુભમન ગિલ અને સારા અલી ખાન. બોલિવૂડ અને ક્રિકેટના સંબંધો અત્યાર સુધી સારા હતા. પરંતુ હવે ક્રિકેટરોએ પણ બોલિવૂડ સેલેબ્સની ફેશન અપનાવવાનું શરૂ કરી દીધું છે. જો ખાતરી ન હોય તો એક તાજેતરનું ઉદાહરણ દ્વારા જાણીએ. ટીમ ઈન્ડિયાના ઘાતક બોલર જસપ્રિતબુમરાહ(Jasprit Bumrah) નું નામ તો સાંભળ્યું જ હશે. વાસ્તવમાં બુમરાહ તેના નવા શર્ટથી ચર્ચામાં આવ્યો છે. કારણ કે, તેની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે, પરંતુ આ શર્ટ શા માટે ચર્ચામાં (Jasprit Bumrah and Balenciaga) છે.

જાણો લખતકિયા શર્ટ વિશે:ખરેખર ટીમ ઈન્ડિયાના બોલર જસપ્રિત બુમરાહે પહેરેલા શર્ટની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. આ શર્ટ સ્પેનિશ ફેશન ડિઝાઇનર ક્રિસ્ટોબલ બાલેન્સિયાગાની કંપની બાલેન્સિયાગા બ્રાન્ડનું છે. આ ઉપરાંત તેની કિંમત 112,768 રૂપિયા (લગભગ એક લાખ 13 હજાર) છે. આ કંપનીનું મુખ્ય મથક પેરિસ (ફ્રાન્સ)માં છે અને તેની સ્થાપના વર્ષ 1919માં થઈ હતી.

જસપ્રીત બુમરાહે કરી તસવીર શેર:બાલેન્સિયાગા ઇન્ટરનેશનલ બ્રાન્ડની આ સુંદર તસવીરમાં ફોટો ક્લિક કર્યા પછી, બુમરાહે તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ તસવીરને 5.50 લાખથી વધુ ફેન્સે લાઈક કરી છે.

કનેક્શન આલિયા ભટ્ટ અને મલાઈકા અરોરા સાથે: બોલિવૂડની 2 ફેશન દિવા આલિયા ભટ્ટ અને મલાઈકા અરોરા પહેલાથી જ Balenciaga બ્રાન્ડનો આ શર્ટ પહેરી ચૂકી છે. આલિયા ભટ્ટે આ વર્ષે રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'ડાર્લિંગ'ના પ્રમોશન દરમિયાન આ શર્ટ પહેર્યું હતું. જ્યારે આ વર્ષે સપ્ટેમ્બરમાં મલાઈકા અરોરા આ શર્ટમાં જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details