ગુજરાત

gujarat

Guru Purnima: કીર્તિદાન ગઢવી-ગીતા રબારીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ચાહકોને શુભેચ્છા પાઠવી

By

Published : Jul 3, 2023, 1:48 PM IST

આજે ગુરુ પૂર્ણિમા છે. આ પ્રસંગે ગુજરાતના બે પ્રખ્યાત કલાકારોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. પોસ્ટ શેર કરીને ગુરુને વંદન કર્યા છે અને ચાહકો શુભકામના પાઠવી છે. કિર્તીદાન ગઢવી લોક ડાયરો માટે પ્રખ્યાત છે, જ્યારે ગીતા રબારી ભજનો, લોક ગીતો અને લોક ડાયરો કરતા જોવા મળે છે.

સિંગર કીર્તિદાન ગઢવી-ગીતા રબારીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ચાહકોને શુભેચ્છા પાઠવી, વીડિયો શેર
સિંગર કીર્તિદાન ગઢવી-ગીતા રબારીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ચાહકોને શુભેચ્છા પાઠવી, વીડિયો શેર

અમદાવાદ: ગુરુપૂર્ણિમાના દિવસ ગુજરાતી સિંગર ગીતા રબારી અને કિર્તીદાન ગઢવીએ ફેન્સને શુભકામના પાઠવી છે. આ અવસરે કાલાકારોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સુંદર પોસ્ટ શેર કરી છે. ગીતા રબારી અને કિર્તીદના ગઢવીએ ગુરુ પૂર્ણિમા નિમિતે ગુરુને વંદન કરતા વીડિયો સોન્ગ સાથે પોસ્ટ શેર કરી છે. ચાહકો પણ કોમેન્ટ બોક્સમાં ગુરુ વંદના લખી રહ્યાં છે.

ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા: તારીખ 3 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આ અવસરે કિર્તીદાન ગઢવી અને ગીતા રબારીએ ગુરુને વંદન કરતા અને તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી પોસ્ટ શેર કરી છે. આ દરમિયાન તેમણે ગુરુ વંદનાનો વીડિયો સોન્ગ શેર કર્યો છે. આ દરમિયાન આ કલાકારોએ ચાહકો ગુરુ પુર્ણિમાની શુભકાનાઓ પાઠવી છે. ચાહકો પણ આ પ્રસંગે ભાવુક થઈ તેમની પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યાં છે.

ગીતા રબારીએ પાઠવી શુભેચ્છા:ગુજરાતની પ્રખ્યાત ગાયક કલાકાર ગીતા રબારીએ સોશિયલ મીડિયા પર 'સદગુરુના ચરણમાં રે' વીડિયો સોન્ગ સાથે પોસ્ટ શેર કરી છે. પોસ્ટ શેર કરીને ગીતા રબારીએ ચાહકોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી છે. કેપ્શનમાં લખ્યું છે કે, ''આપ સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ.'' ગીતા રબારી ભજનો, લોકગીત અને ડાયરા જેવા કાર્યક્રમો કરતા હોય છે.

કિર્તીદાન ગઢવીએ પાઠવી શુભેચ્છા:કિર્તિદાન ગઢવીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને ચાહકો ગુરુ પૂર્ણિમાની શુભકામના પાઠવી છે. કિર્તીદાન ગઢવીએ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ગુરુ પૂર્ણિમાની શુભકાનાઓ. હેપ્પી ગુરુપુર્ણિમાં, ગુરુ પૂર્ણિમાં મોરારી બાપુ.'' કિર્તીદાન ગઢવીએ પોસ્ટમાં આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુની સુંદર તસવીર સાથે પોસ્ટ શેર કરીને ગુરુને વંદન કર્યા છે. કિર્તીદાને ગુજરાતના વડતાલમાં એક ડાયરો કર્યો હતો, જેનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં 'રમે રાસ રંગીલો રંગ મા રે' ગાતા જોઈ શકાય છે.

મધ્યપ્રદેશમાં લોક ડાયરો: ગુરુ પૂર્ણિમા અવસરે કિર્તીદાન ગઢવીનો છત્તરપુર, બાગેશ્વર ધામ સરકાર મધ્યપ્રદેશમાં લોક ડાયરો યોજાશે, જેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. બાગેશ્વર ધામ સરકારના મહારાજ ધિરેન્દ્ર શાસ્ત્રી સાથેની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ગુરુ પૂર્ણિમા ભજન સંધ્યા બાગેશ્વર ધામ, છત્તરપુર મધ્યપ્રદેશમાં.''

  1. Ameesha Patel: અમીષા પટેલે ડિરેક્ટર અનિલ શર્મા પર લગાવ્યો આરોપ, સ્ટાફને બાકી રકમ મળી નથી
  2. Harish Magon Death: 'ગોલમાલ' અને 'નમક હલાલ'માં શાનદાર ભૂમિકા ભજવનાર હરીશ મેગનનું નિધન
  3. Exclusive : 'ગદર 2' સાથે જોડાયું નાના પાટેકરનું નામ, ફિલ્મમાં આ હંશે રોલ

ABOUT THE AUTHOR

...view details