ગુજરાત

gujarat

Gujarati Film Release: ઓગસ્ટમાં રિલીઝ થનારી ટોપ ગુજરાતી ફિલ્મ, ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જોવા મળશે

By

Published : Aug 11, 2023, 9:28 AM IST

Updated : Aug 11, 2023, 10:28 AM IST

ઓગસ્ટ મહિનો એ આપના માટે ખાસ છે. આ મહીનામાં ગુજરાતની બે ટોપ મૂવી સીનેમાઘરોમાં રિલીઝ થશે. મલ્હાર ઠાકર, યશ સોની, એશા કંસારા, કિંજલ રાજપ્રિયા અને હિતુ કનોડિયા અભિનીત ફિલ્મ '3 એક્કા' રિલીઝ થશે. આ સાથે સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ફિલ્મ 'હું અને તું' પણ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.

ઓગસ્ટમાં રિલીઝ થનારી ટોપ ગુજરાતી ફિલ્મ, ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જોવા મળશે
ઓગસ્ટમાં રિલીઝ થનારી ટોપ ગુજરાતી ફિલ્મ, ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જોવા મળશે

અમદાવાદ: ઓગસ્ટ મહિનામાં ગુજરાતની બે મોટી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હવેે ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જાઓ. રિલીઝ થનારી આગામી ગુજરાતી ફિલ્મ વિશે વાત કરીએ તો, આ મહિનામાં તારીખ 18 ઓગસ્ટના રોજ મલ્હાર ઠાકોર દ્વારા અભિનીત ફિલ્મ '3 એક્કા' રીલિઝ થવાની છે. તારીખ 30 ઓગસ્ટના રોજ સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ફિલ્મ 'હું અને તું' રિલીઝ થશે.

ઓગસ્ટમાં રિલીઝ થનારી ગુજારાતી ફિલ્મ: ઓગસ્ટ મહિનો એ આપના ખુબ જ મજાનો રહેશે. કારણ કે, આ મહીનામાં બે મોટી ગુજરાતી ફિલ્મ નજીકના થિયેટરોમાં આવી રહી રહી છે. '3 એક્કા' ફિલ્મમાં મલ્હાર ઠાકર ઉપરાંત યશ સોની, હિતુ કનોડિયા અને મિત્ર જીગરદાન જેવા મોટા કલાકારો સામેલ છે. જ્યારે 'હું અને તું' માં ગુજરાતના કોમેડી અને હાસ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા સામેલ છે. આ ઉપરાંત પરીક્ષિત તામલિયા, પૂજા જોશી મહત્ત્વની ભૂમિકામાં છે.

જાણો 3 એક્કા ફિલ્મની સ્ટોરી: '૩ એક્કા' ફિલ્મી સ્ટોરી ખૂબ જ રોમાંચક છે. આ ફિલ્મમાં યશ અને મલ્હાર જેવા મોટા કલાકારો સામેલ છે. આ સાથે હિતુ કનોડિયા પણ થિયેટરોમાં તુફાન મચાવવા માટે આવી રહ્યા છે. આ ફિલ્મમાં એક નાયક નાયિકાને પ્રેમ કરે છે. આ નાયિકા સાથે લગ્ન કરવા માટે નાયયિકાના પિતા શરત મૂકે છે. આ શરત નાયક સ્વીકારે છે અને તે પૂરી કરવા માટે મિત્રોની મદદ લે છે. પૈસા પણ ઉધાર લે છે. શરત પૂરી કરવા માટે કેવી રમત રમે છે, તે જાણવા માટે થિયેટરમાં જવું પડશે.

જાણો હું અને તું ફિલ્મની સ્ટોરી: 'હું અને તું' ફિલ્મની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. જેમાં એક બાપ અને એક દિકરાના લગ્નની વાત આવે છે. બાપ અને દીકરો બંનેના લગ્ન એક જ દિવસે, એક જ ઘરે જાન નીકળે છે. બાપ દિકરા વચ્ચે ચર્ચા થાય છે કે, મંડપ એક, રસોડું એક, ગોર મહારાજ એક અને ઘોડો પણ એક મંગાવિશું. આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા સામેલ હોય અને કોમેડી ના હોય એવું બની શકે ખરું ?

  1. Jawan New Poster : 'જવાન'નું નવું પોસ્ટર રિલીઝ, ફિલ્મના વિલનનો લુક જોઈને ચોકી જશો
  2. Rajinikanth's Jailer Releases: આજે રજનીકાંતની ફિલ્મ 'જેલર' થઈ રિલીઝ, જાપાની કપલ ફિલ્મ જોવા ભારત પહોંચ્યું
  3. Karachi To Noida: સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી પર બનતી ફિલ્મનું પોસ્ટર રિલીઝ
Last Updated :Aug 11, 2023, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details