ગુજરાત

gujarat

Film actor Akshay Kumar: બાબા કેદારનાથ ધામ પહોંચ્યા અક્ષય કુમાર, ચાહકો સાથે સેલ્ફી લીધી

By

Published : May 23, 2023, 3:35 PM IST

બોલિવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર કેદારનાથ ધામ પહોંચી ગયા છે. અક્ષય કુમારે કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પૂજા અર્પણ કર્યા બાદ અભિનેતા કેદારનાથ ધામથી દેહરાદૂન જવા રવાના થયા હતા. અગાઉ અક્ષય કુમારે ઉતરાખંડમાં કઠપુતલીનું શૂટિંગ કર્યું હતું.

બાબા કેદારનાથ ધામ પહોંચ્યા અક્ષય કુમાર, ચાહકો સાથે સેલ્ફી લીધી
બાબા કેદારનાથ ધામ પહોંચ્યા અક્ષય કુમાર, ચાહકો સાથે સેલ્ફી લીધી

ઉત્તરાખંડ: અક્ષય કુમાર કેદારનાથ ધામ પહોંચતા જ તેને જોવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. બોલિવૂડ સ્ટાર સાથે સેલ્ફી લેવાની લોકોમાં હરીફાઈ હતી. અક્ષય કુમારે પણ તેના ચાહકોને નિરાશ કર્યા નથી. તેણે શક્ય તેટલું ચાહકો સાથે સેલ્ફી લીધી. અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની ફિલ્મના શૂટિંગ માટે ઉત્તરાખંડ આવ્યા છે. અક્ષય કુમાર સાથે આ ફિલ્મમાં કામ કરી રહેલી અનન્યા પાંડે પણ ઉત્તરાખંડ પહોંચી ગઈ છે.

ઉતરાખંડમાં ફિલ્મ શૂટિંગ: એવું કહેવામાં આવી રહ્યું છે કે, અક્ષય કુમાર લગભગ બે અઠવાડિયા સુધી ઉત્તરાખંડના વિવિધ પર્વતીય સ્થળો પર તેમની ફિલ્મનું શૂટિંગ કરશે. હાલમાં ફિલ્મ યુનિટે શુક્રવારથી મસૂરીમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. અક્ષય કુમાર તારીખ 18મી મેના રોજ એક ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં દહેરાદૂનના જોલીગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારે બીજી કોઈ ફ્લાઈટ આવવાનો કે રવાના થવાનો સમય નહોતો. તે સમયે પણ એરપોર્ટથી બહાર નીકળતી વખતે અક્ષય કુમારે તેના ફેન્સ સાથે સેલ્ફી લીધી હતી.

બાબા કેદારનાથ ધામ પહોંચ્યા અક્ષય કુમાર, કહ્યું- જય બાબા ભોલેનાથ

ફિલ્મ કઠપુતલીનું શૂટિંગ: અક્ષય તેમની આગામી ફિલ્મના શૂટિંગના સંદર્ભમાં દેહરાદૂન આવ્યા છે. અક્ષય રુરકીમાં પણ બે દિવસ શૂટિંગ કરશે. બૉલીવુડના સૌથી મોંઘા હીરોમાંથી એક અક્ષય કુમારે અગાઉ ઉત્તરાખંડમાં તેની સસ્પેન્સફુલ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ કઠપુતલીનું શૂટિંગ કર્યું છે. ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ લોકેશન હિમાચલ બતાવવાને લઈને વિવાદ થયો હતો. પોલીસ ઓફિસર તરીકે અક્ષય કુમારની ફિલ્મ સફળ રહી હતી.

બાબા કેદારનાથ ધામ પહોંચ્યા અક્ષય કુમાર, કહ્યું- જય બાબા ભોલેનાથ

અક્ષય કુમારની ફિલ્મ: અક્ષય કુમારનો જન્મ તારીખ 9 સપ્ટેમ્બર 1968ના રોજ થયો હતો. તેણે અત્યાર સુધીમાં 150થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. બોલિવૂડમાં અક્ષય કુમારને મિસ્ટર ખિલાડી અથવા ખિલાડી કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં અક્ષય કુમારે ખિલાડી સિરીઝની ઘણી ફિલ્મો કરી હતી. તે તમામ ફિલ્મો સુપરહિટ રહી હતી. અક્ષયની ખિલાડી શ્રેણીની ફિલ્મોમાં 'ખિલાડી', 'સબસે બડા ખિલાડી', 'મૈં ખિલાડી તુ અનાડી', 'મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી' અને 'ખિલાડી કા ખિલાડી'નો સમાવેશ થાય છે.

  1. Ray Stevenson passes away: રે સ્ટીવેન્સનનું અવસાન, RRR ટીમે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો
  2. The Kerala Story Collection: થયેટરોમાં ફિ્લ્મનું ચક્રાવત યથાવત, 18માં દિવસે 200 કરોડનો આંકડો પાર
  3. Cannes 2023: કાન્સમાં રેડ કાર્પેટ પર મહિલા લોહીમાં લથબથ જોવા મળી, મચી ગયો હાહાકાર

ABOUT THE AUTHOR

...view details