ગુજરાત

gujarat

'ચાલો છુટકારો મળ્યો' રાજુ શ્રીવાસ્તવના મૃત્યુ પર કોણ બોલ્યુ આ શરમજનક વાત

By

Published : Sep 22, 2022, 1:46 PM IST

રાજુ શ્રીવાસ્તવના મોત પર એક વ્યક્તિ બોલ્યો, ચાલો છુટકારો તો મળ્યો, જાણો કોના મોઢામાંથી આવી શરમજનક (rohan joshi trolled raju srivastava death ) વાત નિકળી અને પછી શું થયું!

Etv Bharat
Etv Bharat

હૈદરાબાદઃ રાજુ શ્રીવાસ્તવના નિધનથી (Raju Srivastava Last Rites today in Delhi ) એક તરફ દેશભરના ફેન્સ અને સેલેબ્સની આંખો ભીની છે. તે જ સમયે, સ્ટેન્ડ-અપ કોમેડિયન રોહન જોશીએ રાજુના મૃત્યુ પર એક એવું અસંવેદનશીલ (rohan joshi trolled raju srivastava death) ટ્વિટ કર્યું છે, જેણે રાજુ શ્રીવાસ્તવના ચાહકોના દિલમાં આગ લગાવી દીધી છે. રોહન જોશીએ રાજુના મૃત્યુને કર્મ ગણાવ્યું છે.

રાજુના મોત પર રોહનની શરમજનક પોસ્ટ: વાસ્તવમાં, યુટ્યુબર અતુલ ખત્રીએ રાજુના મૃત્યુને કોમેડી ક્ષેત્ર માટે એક મોટી ખોટ ગણાવી હતી. રાહુલે એક પોસ્ટમાં આ લખ્યું, જેના પર રોહને લખ્યું હતું કે, અમે એક પણ વસ્તુ ગુમાવી નથી. કર્મ હોય કે રોસ્ટ હોય કે સમાચારોમાં કોઈ કોમેડી હોય, સ્ટેન્ડઅપની નવી લહેર શરૂ થયા પછી રાજુ શ્રીવાસ્તવે નવા કોમિક્સ સામે બોલવાની તક ગુમાવી ન હતી.

'ચાલો છુટકારો મળ્યો' રાજુ શ્રીવાસ્તવના મૃત્યુ પર કોણ બોલ્યુ આ શરમજનક વાત

કોમેડીની સ્પ્રિટ વિશે કંઈ જાણતો ન હતો: "તે દર વખતે અપ કમિંગ આર્ટ ફોર્મના વિરુદ્ધ ન્યૂઝ ચેનલ પર બોલતા હતા. તેને ઓફેંસિવ કહેતા હતા. કારણ કે તે આ શૈલીને સમજી શક્યો ન હતો. તેણે કેટલાક સારા જોક્સ બોલ્યા હશે પરંતુ તે કોમેડીની સ્પ્રિટ વિશે કંઈ જાણતો ન હતો. સારુ કર્યુ છુટકારો મળ્યો'.

'ચાલો છુટકારો મળ્યો' રાજુ શ્રીવાસ્તવના મૃત્યુ પર કોણ બોલ્યુ આ શરમજનક વાત

ખોટુ લાગ્યું હોય તો માફી: હવે જ્યારે રોહનની આ શરમજનક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો તેણે ચારેય તરફથી ચાહકોને અભદ્ર અપશબ્દોની કોમેન્ટ આવવા લાગી હતી. તેની વિરુદ્ધનું વાતાવરણ જોઈને રોહને પોસ્ટ ડિલીટ કરી અને માફી માંગી હતી. રોહને સ્પષ્ટતા કરતા કહ્યું, 'આ વિચારીને કાઢી નાખ્યું કારણ કે એક મિનિટના ગુસ્સા પછી મને લાગ્યું કે આજનો દિવસ અંગત લાગણીઓને બહાર લાવવાનો નથી. માફ કરશો જો મેં તમને દુઃખ પહોંચાડ્યું હોય અને અભિગમ બદલ આભાર.

ગુડબાય ગજોધર ભૈયા: પોતાની અદ્દભુત કોમેડીથી ઘર-ઘર લોકોને ખુશીના આંસુ આપનાર 'ગજોધર ભૈયા' રાજુ શ્રીવાસ્તવ પંચતત્વમાં ભળી ગયા છે. રાજુના આજે (22 સપ્ટેમ્બર) દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહીં યુપીના પ્રવાસન પ્રધાન પણ રાજુને અંતિમ વિદાય આપવા માટે સ્મશાનભૂમિ પહોંચ્યા હતા. અહીં રાજુ શ્રીવાસ્તવના નિધનથી શોબિઝ ઈન્ડસ્ટ્રી સહિત દેશભરના ચાહકોમાં શોકનો માહોલ છે.

કાનપુરના લોકો પણ દિલ્હી આવ્યા:રાજુને અંતિમ વિદાય આપતા પરિવાર અને ચાહકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ પહેલા સવારે 8 વાગ્યે દિલ્હીના દશરથપુરીથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં તેમના મૃતદેહને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચ્યા હતા. આમાં કાનપુરના લોકો પણ દિલ્હી આવ્યા હતા. રાજુના મૃત્યુથી બધા આઘાતમાં છે.

ABOUT THE AUTHOR

...view details