ગુજરાત

gujarat

Btown Couples અનન્યા પાંડે-આદિત્ય રોય કપૂર મુંબઈમાં એક સાથે જોવા મળ્યા, તસવીર વાયરલ

By

Published : Jul 23, 2023, 2:48 PM IST

અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર વિદેશ યાત્રાએ ગયા હતા. હાલમાં જ તેઓ મુંબઈ પરત ફર્યા છે. પીડીએમાં સામેલ આદિત્ય અને અનન્યાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના કારણે તેમના સંબંધની અફવા ફેલાઈ ગઈ છે. ત્યાર બાદ ફરી એક વાર આ જોડી મુંબઈમાં જોવા મળી છે.

અનન્યા પાંડે-આદિત્ય રોય કપૂર મુંબઈમાં એક સાથે જોવા મળ્યા, તસવીર વાયરલ
અનન્યા પાંડે-આદિત્ય રોય કપૂર મુંબઈમાં એક સાથે જોવા મળ્યા, તસવીર વાયરલ

હૈદરાબાદ: બોલિવુડની ચર્ચામાં રેહલી જોડી અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર શનિવારે ભારે વરસાદમાં ડ્રાઈવ કારમાં સાથે જોવા મળ્યા હતા. કારમાં બેસેલા આદિત્ય અને અનન્યાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ તસવીર શેર થતા પહેલા તેમણે વિદેશ યાત્રા કરી હતી. એક તસવીરમાં અનન્યા પોતાના ચેહરા પર હાથ રાખતી જોવા મળે છે. આ દરમિયાન તે હંસતી અને આદિત્ય રોય સાથે વાત કરતી જોવા મળે છે.

આદિત્ય-અનન્યાનો લુક: એક તસવીરમાં અન્યન્યા પાંડે પોતાના મુખને છુપાવી રહી છે, જ્યારે આદિત્ય રોયના મુખ પર ખુશી જોવા મળે છે. આનન્યા પાંડેના લુકની વાત કરીએ તો, તેમણે ગુલાબી રંગનો પોશાક પહેર્યો હતો. આદિત્ય રોયે સફેદ શર્ટ અને ટ્રાઉઝ પસંદ કર્યું હતું. મુંબઈ સ્થિત એક પાપારાઝી દ્વારા આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. યુઝર્સો તસવીર જોઈ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી રહ્યાં છે.

યુઝર્સોએ આપી પ્રતિક્રિયા: કેટલાક યુઝર્સોએ આ જોડી પસંદ કરી છે અને તેમની પ્રશંસા પણ કરી છે. જ્યારે કેટલાક યુઝર્સે આદિત્ય રોય કપૂરને અનન્યા સાથે જોઈને નિરાશા અનુભવી હતી. તસવીર જોઈ એક ચાહકે લખ્યું છે કે, 'બી-ટાઉનમાં સર્વશ્રેષ્ઠ જોડી એલર્ટ.' બીજાએ લખ્યું, 'ઓહ માય ગોડ. અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર. ખુબ જ સુંદર વાઈબ્સ. ભગવાન તેમને બન્નેને આશિર્વાદ આપે.' જ્યારે એક ટ્રોલરે લખ્યું છે કે, '13 વર્ષ ઉંમરનું અંતર. તમારી જાણકારી માટે.' અન્યએ લખ્યું કે, 'સાચે જ તેમને કોઈ અન્ય ન મળ્યું.'

અનન્યા-આદિત્યનો વર્કફ્રન્ટ:આદિત્ય રોય અનુરાગ બાસુની 'મેટ્રો ઈન ડીનો'માં જોવા મળશે. અનન્યા આગામી ફિલ્મ નિર્માતા વિક્રમાદિત્ય મોટવાણીની સાઈબર ક્રાઈમ થ્રિલર અનટાઈટલ ફિલ્મમાં જોવા મળશે. આગાઉ અનન્યાએ શનિવારે તેમની ઈબિઝાની સફર દરમિયાનની તસવીર શેર કરીને આગ લગાવી દીધી હતી. અનન્યાએ પોતાના રજાના દિવસો દરમિયાનની તસવીર શેર કરી હતી. પોસ્ટનું શીર્ષક હતું 'બ્લુ બેલી.'

  1. Box Office Collection: 'ઓપેનહેમર' ફિલ્મે ચાહકોના દિલમાં આગ લગાવી, બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી
  2. Bigg Boss Ott 2: વિકેન્ડ કા વારમાં સલમાન ખાને જિયા શંકર અને મનીષા રાનીની ટિકા કરી
  3. Ranveer Singh Bareilly: આલિયા ભટ્ટ-રણવીર સિંહ પહોંચ્યા બરેલી, ઝુમકા ચોક ખાતે જોવા મળ્યો ગ્લેમરસ અવતાર

ABOUT THE AUTHOR

...view details