ગુજરાત

gujarat

Kangana Ranaut Film Dhakad : બોલિવૂડ ક્વીન પહોંચી તિરુપતિ બાલાજી મંદિરે, તસ્વીર સાથે આપ્યું કેપ્શન

By

Published : May 17, 2022, 11:07 AM IST

ફિલ્મ 'ધાકડ'ના પ્રમોશનમાં વ્યસ્ત કંગના રનૌત (Kangana Ranaut Film Dhakad) દેશના ખૂણે-ખૂણે પહોંચીને તેનું પ્રમોશન કરી રહી છે. દિલ્હી, ચંદીગઢ વગેરે સ્થળો પછી 'બોલિવૂડ ક્વીન' બુદ્ધ પૂર્ણિમાના અવસરે તિરુપતિ બાલાજી મંદિરે પહોંચી હતી. કંગનાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Tirupati Balaji Temple Kangana) પર તસવીરો શેર કરીને સુંદર કેપ્શન પણ આપ્યું છે.

Kangana Ranaut Film Dhakad : બોલિવૂડ ક્વીન પહોંચી તિરુપતિ બાલાજી મંદિરે, તસ્વીર સાથે આપ્યું કેપ્શન
Kangana Ranaut Film Dhakad : બોલિવૂડ ક્વીન પહોંચી તિરુપતિ બાલાજી મંદિરે, તસ્વીર સાથે આપ્યું કેપ્શન

મુંબઈ :આ દિવસોમાં બોલિવૂડ ક્વીન કંગના રનૌત તેની આગામી ફિલ્મ 'ધાકડ'ના (Kangana Ranaut Film Dhakad) પ્રમોશનમાં વ્યસ્ત છે. કંગના હાલ દેશના અલગ-અલગ રાજ્યોમાં ફિલ્મનું પ્રમોશન પણ કરી રહી છે, ત્યારે 'ધાકડ ગર્લ બુદ્ધ પૂર્ણિમાના (Tirupati Balaji Temple Kangana) અવસર પર તિરુપતિ બાલાજી મંદિર પહોંચી હતી. મંદિરમાં ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. અભિનેત્રીની સાથે ફિલ્મ 'ધાકડ'ના નિર્માતા દીપક મુકુટ અને તેની પત્ની કૃષ્ણા મુકુટે પણ મંદિરમાં દર્શન કર્યા હતા.

આ પણ વાંચો :લાફ્ટરક્વિનને હસવામાંથી ખસવુ થઈ ગયુ, વીડિયો શેર કરી માંગી માફી

કંગના ખુબ સુંદર લાગી રહી છે - કંગના રનૌતે સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મંદિરમાં ક્લિક (Dhakad Movie Release) કરેલી તસવીરો શેર કરી છે. કંગના જાંબલી રંગની સાડી પહેરીને મંદિર પહોંચી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તસવીરો શેર કરતી વખતે તેણે ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું હતું કે, 'આજે આ શુભ પૂર્ણિમાના દિવસે મારી ફિલ્મ 'ધાકડ'ના નિર્માતા દીપક મુકુટ જી, તેમની પત્ની કૃષ્ણા મુકુટ જી અને ટીમના કેટલાક અન્ય સભ્યો સાથે તિરુપતિ બાલાજીની (Dhakad Promotion) મુલાકાત લીધી.

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીએ સોશિયલ મિડિયા પર કઈંક આ રીતે કર્યું ધમાકેદાર કમબેક

મહત્વના રોલ પર નજર - કંગના રનૌતે આગળ કેપ્શનમાં લખ્યું હતું કે 'અમારા માટે આ શક્ય બનાવવા માટે અમે વિષ્ણુ મંચુ અને ધર્મા રેડ્ડીના ખૂબ આભારી છીએ. દિવ્ય દર્શન બાદ ધન્યતા અનુભવી. ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' 20 મે, 2022ના રોજ સિનેમાઘરોમાં (Kangana Ranaut Film Release) રિલીઝ થશે. ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્ત પણ મહત્વના રોલમાં છે. ફિલ્મના ફર્સ્ટ લુકમાં કંગનાનો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details