ગુજરાત

gujarat

Rajinikanth in UP: 'જેલર' ફિલ્મના અભિનેતા રજનીકાંતે અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત

By

Published : Aug 20, 2023, 4:58 PM IST

તમિલ સુપરસ્ટાર રજનીકાંત તાજેતરમાં ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. તેઓ 'જેલર' ફિલ્મની બોક્સ ઓફિસ પર સફળતા માટે ખુબ જ ઉત્સાહિત છે. તારીખ 20 ઓગસ્ટના રોજ રવિવારે તેમણે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. શનિવારે CM યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી.

'જેલર' ફિલ્મના અભિનેતા રજનીકાંતે અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત
'જેલર' ફિલ્મના અભિનેતા રજનીકાંતે અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત

હૈદરાબાદ: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે નવ વર્ષના ગાળા પછી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. હ્રદયસ્પર્શી પુન:મિલન લખનૌમાં થયું હતું, જ્યાં બંનેએ અકબીજાને આલિંગન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે શહેરની મુલાકાત દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે મળ્યા હતા.

રજનીકાંત અખિલેશ યાદવને મળ્યા: ન્યૂઝવાયર દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં રજનીકાંતે લગભગ એક દાયકા પછી અખિલેશ યાદવ સાથે ફરી મુલાકાત કરી હતી. રજનીકાંતે આ મુલાકાત દરમિયાનનો અનુભવ શેર કર્યો હતો. તેમણે તેમની પ્રથમ મુલાકાતનું સૌપ્રથમ વર્ણન કર્યું હતું. પ્રથમ મુલાકાત 9 વર્ષ પહેલા મુંબઈના એક કાર્યક્રમમાં થઈ હતી. એટલું જ નહિં પરંતુ પાંચ વર્ષ પહેલા રજનીકાંતે લખનૌમાં એક શૂટિંગ વખતે અખિલેશ યાદવને મળી શક્યા ન હતા, તે વાત પણ યાદ અપાવી હતી.

સ્વર્ગસ્થ મુલાયમ સિંહને આપી શ્રદ્ધાંજલિ: મુલાકાત દરમિાયન રજનીકાંતે સમાજવાદી પાર્ટીના સ્થાપક અને અખિલેશ યાદવના પિતા સ્વર્ગસ્થ મુલાયમ સિંહને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથેની તેમની વાતચિત વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે રજનીકાંતે મીટિંગને મહત્ત્વ આપીને સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજનીકાંતે ભગવાન રામના આશીર્વાદ મેળવવાની ઈચ્છાથી પ્રેરિત લખનૌથી આયોધ્યા જવાની યોજના પણ વ્યક્ત કરી હતી.

અખિલેશ યાદવ-રજનીકાંતની મિત્રતા: સોશિયલ મીડિયા પર અખિલેશ યાદવે રજનીકાંત સાથેની મુલાકાત દરમિયાનની કેટલીક તસવીર શેર કરી હતી. એક તસવીરમાં બંને એકબીજાને આલિંગન આપતા જોવા મળે છે. આ તેમની મિત્રતા પ્રત્યે હુંફ અને પ્રમનું ઉદાહરણ છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, મૈસુરમાં તેમના એન્જિનિયરિંગ અભ્યાસ દરમિયાન રજનીકાંતની ઓન-સ્ક્રીન હાજરી પ્રત્યેનો તેમનો શોખ યથાવત રહ્યો હતો. 9 વર્ષ પહેલાં તેમની પ્રથમ સામ-સામે વાર્તાલાપ થયો હતો, ત્યારથી બંને મિત્રો બની ગયા હતા.

  1. Ghoomer: બોક્સ ઓફિસ પર ટકી રહેવા માટે અભિષેેક બચ્ચન સ્ટારર ફિલ્મ 'ઘૂમર'નો સંઘર્ષ
  2. Parineeti Chopra Wedding Date: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ આવી સામે, આ દિવસે યોજાશે ભવ્ય રિસેપ્શન
  3. Ranbir Kapoor Mumbai Airport: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુંબઈ એરપોર્ટ પર થયા સ્પોટ, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details