ગુજરાત

gujarat

Aamir and javed: જાવેદ ખાન અમરોહીનું નિધન, આમિર ખાને 'લગાન'ના કો એક્ટરને આપી શ્રદ્ધાંંજલિ

By

Published : Feb 15, 2023, 5:40 PM IST

આમિર ખાનની ટોચની ફિલ્મ 'લગાન' અને શાહરુખ ખાનની હિટ ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'માં શાનદાર અભિનય કરનાર અભિનેતા જાવેદ ખાનનું મંગળવારે નિધન થયું હતું. જાવેદ ખાનના અવસાનને લઈ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું વાતારણ પ્રસરી જતા કલાકારો શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. આ દરમિયાન આમિર ખાન પ્રોડક્શન હાઉસ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

Aamir and javed: આમિર ખાને 'લગાન'ના કો-એક્ટર જાવેદ ખાનના નિધન વ્યક્ત કર્યો શોક
Aamir and javed: આમિર ખાને 'લગાન'ના કો-એક્ટર જાવેદ ખાનના નિધન વ્યક્ત કર્યો શોક

મુંબઈઃતારીખ 14 ફેબ્રુઆરીએ TV શો અને આમિર ખાન તેમજ શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મમાં અભિનય કરી ચુકેલા અભિનેતા જાવેદ ખાનનું અવસાન થયું હતું. તેમના અવસાનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ફિલ્મ જગતના કલાકાર અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. જાવેદ ખાને ફિલ્મ 'લગાન'માં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન આમિર ખાન પ્રોડક્શન હાઉસ દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

આ પણ વાંચો:Hardik Natasa Wedding: ક્રિકેટરના આવા ફોટો કદી નહીં જોયા હોય, આટલી મસ્ત લાગે છે નતાશા

જાવેદ ખાન અમરોહીનું નિધન:TV ક્લાસિક શો 'નુક્કડ', આમિર ખાન સ્ટારર સુપરહિટ ફિલ્મ 'લગાન' અને શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'ચક દે ઈન્ડિયા' જેવી અનેક હિટ ફિલ્મ અને TV શોમાં પોતાની કૌશલ્ય સાબિત કરનાર અભિનેતા જાવેદ ખાન અમરોહીનું નિધન થયું છે. અભિનેતાએ તારીખ 14 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. પીઢ કલાકાર જાવેદના નિધનથી ફિલ્મ ઉદ્યોગ આઘાતમાં છે અને તેઓ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સાથે જ આમિર ખાને પણ જાવેદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જાવેદ ખાને આમિર ખાનની ફિલ્મ 'લગાન'માં શાનદાર કામ કર્યું હતું.

જાવેદ ખાન અમરોહીને આપી શ્રદ્ધાંજલિ: આમિર ખાનના પ્રોડક્શન હાઉસ આમિર ખાન પ્રોડક્શન દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તેમાં લખ્યું છે કે, 'જાવેદ જી, તમે તમારા કામમાં ક્યારેય નિષ્ફળ નથી ગયા, તમે સારા દિલ અને ઉર્જાથી ભરેલા વ્યક્તિ હતા અને આ વસ્તુ હંમેશા યાદ રહેશે'. જાવેદ ખાન આમિર ખાન અને સલમાન ખાનની આઇકોનિક કોમેડી ફિલ્મ 'અંદાઝ અપના અપના'માં પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:Sukesh Chandrasekhar: મહાઠગ સુકેશનું દિલ બંધ જેલમાં ધબક્યું, જેકલીન અને નોરાને 'વેલેન્ટાઈન ડે'ની પાઠવી શુભેચ્છા

જાવેદ ખાનની કારકિર્દી: જાવેદ ખાને ફિલ્મ 'લગાન'માં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના ખૂબ વખાણ પણ થયા હતા. આ ફિલ્મ ઓસ્કારમાં ગઈ હતી અને જાવેદને શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જાવેદે પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં 100થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. તે એક થિયેટર કલાકાર હતા. જેમના અભિનયમાં શંકાનો ભય સહેજ પણ ન હતો. જાવેદ શક્તિમાન સહિત ઘણા TV શોમાં પણ જોવા મળ્યા હતા. તેમણે તેમના થિયેટર દિવસોમાં પીઢ અભિનેત્રી શબાના આઝમી સાથે પણ કામ કર્યું હતું. જાવેદ ખાને વર્ષ 1973માં ફિલ્મ 'જલતે બદન'થી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. જાવેદ છેલ્લે વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ 'સડક 2'માં જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details