ગુજરાત

gujarat

વિસનગરના એક ગામે સગીરાનો નગ્ન વીડિયો બનાવી વાયરલ કરાયો, પોલીસે 4 શખ્સોની કરી અટકાયત

By

Published : May 20, 2021, 11:05 PM IST

Updated : May 21, 2021, 10:33 AM IST

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના એક ગામની સગીરાનો નગ્ન વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવા બાબતે વિસનગર પોલીસે ફરિયાદ નોંધી ચાર શખ્સોની અટકાયત કરી છે.

વિસનગરના એક ગામે સગીરાનો નગ્ન વીડિયો બનાવી વાઇરલ કર્યો, પોલીસે 4 શખ્સોની કરી અટકાયત
વિસનગરના એક ગામે સગીરાનો નગ્ન વીડિયો બનાવી વાઇરલ કર્યો, પોલીસે 4 શખ્સોની કરી અટકાયત

  • 16 વર્ષીય સગીરાનો સ્નાન કરતો વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો
  • વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા ફરતા સગીરાની માતા પાસે આવ્યો
  • વીડિયો બનાવી વાઇરલ કરનાર યુવકને ઠપકો આપવા જતા સગીરાની માતા પર હુમલો કરાયો
  • સગીરાના નગ્ન વીડિયો વાઇરલ મામલે 4 શખ્શો સામે નોંધાઇ ફરિયાદ

મહેસાણાઃવિસનગર તાલુકાના એક ગામે રહેતા એક પરિવારની 16 વર્ષની સગીર દીકરી પોતાના ઘરના બાથરૂમમાં સ્નાન કરી રહી હતી તે સમયે તેની જાણ બહાર ગામના જ એક શખ્સે તેનો સ્નાન કરતી વખતેનો નગ્ન વીડિયો બનાવ્યો હતો. જે વીડિયોને શખ્સ દ્વારા સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ POCSO કાયદાની સામે ગુજરાત કેટલો સજ્જ?

વીડિયો સગીરાની માતા પાસે પહોંચ્યો

આ વીડિયો ફરતો ફરતો સગીરાની માતા પાસે પહોંચ્યો હતો ત્યાં પોતાની દીકરીનો નગ્ન વીડિયો વાઇરલ થતો જોઈ બદનામીના ડરે સગીરાની માતા વીડિયો વાઈરલ કરમાર શખસ માહિર પઠાણના ઘરે જઈ ઠપકો આપતા યુવક અને તેના અન્ય સાગરીતોએ ભેગા મળી સગીરાની માતાને માર માર્યો હતો. તેના મોબાઈલમાં રહેલા વીડિયોનો પુરાવો દૂર કરવા વીડિયો ડિલીટ કર્યો હતો અને તે વીડિયો વધુ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી સગીરાની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ભોગબનનાર સગીરાના પરિવારે પોલીસને સમગ્ર હકીકતની જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પાડોશીએ કરી યુવતીની છેડતી, પોલીસે કરી ધરપકડ

વીડિયો વાઈરલ કરી ધમકી આપવા મામલે 4 આરોપી પોલીસ પકડમાં

16 વર્ષીય સગીરાનો વીડિયો બનાવી વાઈરલ કરવાના બનાવની માહિતી મળતા વિસનગર તાલુકા પોલીસે સમગ્ર મામલે સગીરાની માતાની ફરિયાદ લઈ વીડિયો બનાવનાર મુખ્ય આરોપી માહિર પઠાણ અને વીડિઓ ડિલીટ કરી, પુરાવાનો નાશ કરી, સગીરાની માતાને માર મારી ધમકી આપતા આરોપીને સમર્થન કરનારા માહિર પઠાણના પિતા ફારૂક પઠાણ, ભાઈ મીરન પઠાણ અને મામા આબીદ પઠાણ સામે આ વિડિઓ બનાવી વાઇરલ કરવા મામલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2020ની કલમ 67, સગીરા પર ગુનાહિત કૃત્ય મામલે POCSO(Protection of Children from Sexual Offences-Act), પુરાવાનો નાશ કરી સગીરાની માતા સાથે ઝપાઝપી કરી માર મારવા અને જાહેરનામનો ભંગ કરવા મામલે વિસનગર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ચારેય આરોપીની અટકાયત કરી છે.

Last Updated :May 21, 2021, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details