ગુજરાત

gujarat

બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની ગળું કાપીને કરવામાં આવી હત્યા

By

Published : Nov 6, 2022, 6:00 PM IST

જિલ્લાના કમલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે રાત્રે એક યુવક (25) અને એક કિશોરીની(15) હત્યા કરવામાં આવી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શનિવારે રાત્રે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની ગળું કાપીને હત્યા કરી (Boyfriend girlfriend murdered by slitting throats) હતી.

Etv Bharatબોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની ગળું કાપીને કરી હત્યા
Etv Bharatબોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની ગળું કાપીને કરી હત્યા

ઉતરપ્રદેશ:જિલ્લાના કમલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે રાત્રે એક યુવક (25) અને એક કિશોર (15)ની હત્યા કરવામાં આવી (Farrukhabad Boyfriend girlfriend murdered)હતી. જેમા બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શનિવારે રાત્રે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની ગળું કાપીને હત્યા કરી (Boyfriend girlfriend murdered by slitting throats) હતી. આ સનસનાટીભરી ઘટના કમલગંજ પોલીસ સ્ટેશનના ગામ રાજેપુર સરાઈમેડા નિવાસી ભૈયા લાલ જાટવની પુત્રી શિવાની (15 વર્ષ) અને મહાવીર જાટવના પુત્ર રામકરણ (25 વર્ષ) સાથે બની છે. પોલીસના જણાવ્યા અનુસાર, શિવાનીનું રામશરણ સાથે ઘણા સમયથી પ્રેમસબંધ હતા તે પરિવારજનોને જાણ હતી.

ઝાડીમાં ગળું કાપીને હત્યા કરી:શિવાની શનિવારે રાત્રે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ લગભગ 2.30 વાગ્યે ગામની બહાર આંબાના બગીચામાં શિવાનીને તેના પ્રેમી રામકરણ સાથે શંકાસ્પદ હાલતમાં શોધી કાઢી હતી. પરિવારજનો બંને પ્રેમીઓને બાઇક દ્વારા 7 કિમી દૂર સિંગીરામપુર ગામ પાસેના ખાંટા નાળા પાસે ઝાડીમાં લઇ ગયા હતા. સંબંધીઓએ શિવાની અને પ્રેમી રામકરણની ઝાડીમાં ગળું કાપીને હત્યા કરી હતી. ડબલ મર્ડર બાદ શિવાનીનો ભાઈ નીતુ સવારે છ વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે હત્યાની ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

તપાસ હાથ ધરી:ડબલ મર્ડરની માહિતી મળતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતકના ભાઈ નીતુએ ઝાડીમાં છુપાયેલા બંને મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહ કબજે કર્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસ અધિક્ષક અશોક કુમાર મીનાએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી. આ કેસના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details