મહારાષ્ટ્ર: લગ્ન બાદ તેના પ્રેમી સાથેના ગેરકાયદેસર સંબંધોમાં અડચણરૂપ બની રહેલા તેના ડોક્ટર પતિને પાઠ ભણાવવા માટે એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપી મારવાનો પ્રયાસ કર્યો(Wife Tried To Kill Husband) હતો. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 33 દિવસ સુધી જીદંગી સાથે લડાઈ લડ્યા બાદ આખરે ગુરુવારે ડોક્ટરની હાર થઈ હતી.(doctor died) ડોક્ટરની બીજી પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં મૃતક ડોક્ટરનું નામ સતીશ કેશવરાવ દેશમુખ છે. પોલીસે જણાવ્યું કે મૃતકની પત્ની સુહાસિની દેશમુખ અને અરુણ કાંડેકર પર હત્યાનો આરોપ (Accused of murder)છે. હાલ બંને ફરાર (Both are absconding now) છે. આ ચોંકાવનારી ઘટના 10 સપ્ટેમ્બરના રોજ રેઝી મ્હેસરૂલ સ્થિત પરીક્ષિત હોસ્પિટલમાં બની હતી.
ડૉક્ટરની હત્યા:આ કેસમાં ડો.દેશમુખના પુત્ર પરીક્ષિતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, મ્હેસરૂલ પોલીસ સ્ટેશનમાં બે લોકો વિરુદ્ધ ડૉક્ટરની હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો. મ્હેસરુલમાં એક પરીક્ષિત હોસ્પિટલ છે અને તે દેશમુખની ખાનગી હોસ્પિટલ છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડૉ. દેશમુખની આરોપી પત્ની સુહાસિની અને તેનો પ્રેમી અરુણ કાંડેકર 10 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં ગયા હતા. સત્ય જાણીને દેશમુખે જ્યારે તેમને બંને વચ્ચેના સંબંધ વિશે પૂછ્યું તો ત્રણેય વચ્ચે ખૂબ બોલાચાલી થઈ.