ગુજરાત

gujarat

ભાજપના નેતાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારની સાઇબર ક્રાઈમે કરી ધરપકડ

By

Published : Jul 16, 2022, 1:05 PM IST

બાઈટ :- પી.એસ.વળવી (dysp, મહીસાગર)

મહીસાગર જિલ્લાના લુણાવાડાના ધારાસભ્ય તેમજ ભાજપના અન્ય નેતાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર (Posts in social media against BJP leaders) લુણાવાડાના યુવાનની અમદાવાદ સાઇબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime Police) પોલીસે ધરપકડ કરી છે.

મહીસાગર: લુણાવાડા ધારાસભ્ય તેમજ ભાજપના અન્ય નેતાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની અમદાવાદ સાઇબર ક્રાઈમ પોલીસ (Ahmedabad Cyber Crime Police) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. યુવકે સોશ્યલ મીડિયાના માધ્યમથી ધારાસભ્ય તેમજ ભાજપના અન્ય નેતાઓ સામે (Youth arrested for making lewd remarks against BJP) પણ ટિપ્પણીઓ કરી હતી. આ યુવકે લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશ સેવક અને ભાજપ નેતાઓ વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ (Posts in social media against BJP leaders) કરી હતી, જેને લઈને લુણાવાડા નગરપાલિકામાં સભ્ય તરીકે ભાજપમાંથી ચૂંટાયેલા દક્ષેશ પટેલીયાએ ડિસેમ્બર 2021માં લુણાવાડા પોલીસ સ્ટેશને યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Posts in social media against BJP leaders

આ પણ વાંચો:Complaint of domestic violence : વસ્ત્રાપુરમાં બિલ્ડર પરિવાર વિરુદ્ધ પુત્રવધુએ નોંધાવી ફરિયાદ

રિમાન્ડની માંગણી: અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા નીરવ હિતેષ જોશી નામના યુવાનની ધરપકડ કરી લુણાવાડા પોલીસને સોંપવામાં આવ્યો છે. લુણાવાડા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ કરવા રિમાન્ડની માંગણી કરી છે.

આ પણ વાંચો:કાપડના વેપારીએ કરી પત્ની અને પુત્રીઓની હત્યા ને પછી પોતે પણ..

ABOUT THE AUTHOR

...view details