ગુજરાત

gujarat

વડોદરામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી, તેમ છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ વર્તાવ્યો કહેર

By

Published : Aug 28, 2021, 6:16 PM IST

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ કહેર વર્તાવ્યો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ કહેર વર્તાવ્યો

આ વર્ષે ચોમાસાની સિઝનની શરૂઆતથી વડોદરામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી તેમ છતાં પાણી અને મચ્છરજન્ય રોગોએ કહેર વર્તાવ્યો છે. ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અને આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી છે.

  • પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઉચકતા શહેરીજનોના માથે આફત આવી છે
  • અત્યારસુધી ઝાડા-ઉલ્ટીના 9,345 કેસ નોંધાઈ ચૂક્યા છે
  • સેવાસદન દ્વારા 11,638 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે

વડોદરા- આ વર્ષે ચોમાસાની ઋતુનો 44 ટકા જ વરસાદ વરસ્યો છે અને તેમ છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઉચકતા શહેરીજનોને માથે આફત આવી છે. મોંઘવારી અને કોરોનામાં આવેલી આર્થિક મંદી બન્નેના મારથી પીડાતી પ્રજા સરકારી હોસ્પિટલ તરફ દોટ મૂકી રહી છે. જેથી તમામ બેડ ફૂલ જોવા મળી રહ્યા છે.

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ કહેર વર્તાવ્યો

આ પણ વાંચો- સુરતમાં વરસાદના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ વધ્યા, હોસ્પિટલ્સમાં સુવિધા વધારાઈ

આ વર્ષે અત્યારસુધી ડેન્ગ્યુના 393 કેસ છે

વડોદરામાં આ વર્ષે અત્યારસુધી ડેન્ગ્યુના 393 કેસ, ચિકનગુનિયાના 244 કેસ, મેલેરિયાના 55 કેસ, કમળાના 42 કેસ, ટાઈફોડના 81 કેસ, કોલેરાના 49 કેસ, ઝાડા-ઉલ્ટીના 9,345 કેસ નોંધાઈ ચૂક્યા છે. આતો ફક્ત સરકારી હોસ્પિટલ અને યુપીએચસીના ચોપડે નોંધાયેલા આંકડા છે. ખાનગી હોસ્પિટલમાં પણ આ જ પરિસ્થિતિ છે, જેના આંકડા મળે તો દ્રશ્ય ખૂબ ભયંકર છે.

આ પણ વાંચો- ભાવનગરમાં શરદી,ઉધરસ,તાવની Viral infection બીમારી વકરી, ઘેરાયેલા વાદળો વચ્ચે વધ્યાં કેસ

સેવાસદન દ્વારા 23,864 ઘરોમાં ડોર ટુ ડોર સર્વે કરાયો

સેવાસદન દ્વારા 23,864 ઘરોમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 11,638 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે અને અત્યારસુધી મચ્છરોની ઉત્પત્તિ થાય તેવી બેદરકારી દાખવનાર 30થી વધુ કન્સ્ટ્રકશન સાઇટોને નોટિસ પાઠવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details