ગુજરાત

gujarat

Sokhada Haridham Controversy : આખા ગામને શાંતિનો પાઠ ભણાવનારા સ્વામિનારાયણ સંસ્થાના સંતોને સત્તાનો નશો ચડતા વિવાદ

By

Published : Apr 21, 2022, 10:32 AM IST

Sokhada Haridham Controversy : આખા ગામને શાંતિનો પાઠ ભણાવનારા સ્વામિનારાયણ સંસ્થાના સંતોને સત્તાનો નશો ચડતા વિવાદ
Sokhada Haridham Controversy : આખા ગામને શાંતિનો પાઠ ભણાવનારા સ્વામિનારાયણ સંસ્થાના સંતોને સત્તાનો નશો ચડતા વિવાદ

સોખડા હરિધામ મંદિરમાં ફરી એકવાર વિવાદનો (Sokhada Haridham Controversy) માહોલ જોવા મળી રહ્યો છે. પ્રબોધ જીવન સ્વામી સહિતના સંતો સોખડા છોડી જવાના સંદેશને પગલે મંદિર આસપાસનું વાતાવરણ તંગ બન્યું છે. ત્યારે પોલીસ પણ કાયદો વ્યવસ્થાની (Vadodara Sokhada Haridham) સ્થિતિ જાળવવા સક્રિય બની છે. વડોદરા જિલ્લા પોલીસ દ્વારા મંદિરની અંદર અને બહાર જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવાયો છે.

વડોદરા :વડોદરાના સોખડા ખાતે આવેલા હરિધામ મંદિર સત્તાનું યુદ્ધ સ્થળ બન્યું છે. સ્વામી હરિપ્રસાદ બ્રહ્મલીન થયા બાદ મંદિરની સત્તાને લઈને પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે વર્ચસ્વની (Sokhada Haridham Saints Controversy) લડાઈ શરૂ થઈ છે. જ્યાં એક સમયે ભક્તો માટે ખુલ્લા રહેતા મંદિરના દરવાજા હવે બંધ કરાયા છે. ગેટ પર બાઉન્સરો ગોઠવવામાં આવ્યા છે. મંદિરમાં દર્શનાર્થે આવનાર તમામ ભક્તોને શંકાની નજરે જોવાઈ રહ્યા છે.

આખા ગામને શાંતિનો પાઠ ભણાવનારા સંતોને સત્તાનો નશો ચડતા વિવાદ

ધર્મ ભુલીને ગાદીના રવાડે - મંદિરનો વહીવટ અને સત્તા મેળવવાની લાયમાં સોખડામાં જાણે (Sokhada Haridham Controversy) ધર્મ ભુલાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મંદિરમાં હરિભક્તો દર્શન માટે પહેલાની માફક જઈ શકતા નથી. જે લોકો મંદિરમાં આવે છે તે તમામને શંકાની દૃષ્ટિએ જોવામાં આવી રહ્યા છે. તમામ સંતો, સાધકો સાથે બહેનો અને સેવકો (Vadodara Sokhada Haridham) પર પણ બાજ નજરરાખવામાં આવી રહી છે.

નોટીસ

આ પણ વાંચો :Haridham Sokhada controversy: પ્રેમ સ્વામીના જૂથ દ્વારા પ્રમોદ સ્વામીના ભક્ત પર હુમલા બાબતે પોલીસ કમિશનરને રજુઆત

ગાદીનો વિવાદ - હરિધામ સોખડા મંદિરની ગાદીનો વિવાદ (Controversy over Vadodara Swaminarayan Temple) પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. તેવી રીતે મંદિર સંકુલમાં વિવિધ જગ્યાએ સંતો, સાધકો અને સાધ્વી બહેનો જે હરિધામ સોખડા છોડી જવા માંગતા હોય તેમને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે તેવી નોટિસ લગાવવામાં આવતા ચકચાર મચી છે. તેની પાછળનું કારણ એક જ છે કે પ્રબોધ સ્વામી જૂથ દ્વારા હવે હરિધામ છોડવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ત્યારે હરિધામમાં નિવાસ કરતા 200 થી 250 જેટલા સંતો, સાધકો કામરેજ ખાતે આવેલા આત્મીય સ્કૂલમાં તારીખ 21મી ના રોજ જવા માટે રવાના થશે તેમ કહેવાય રહ્યું છે.

ભક્તો પણ બે જૂથમાં વહેંચાયા -મંદિર સંકુલમાં સેક્રેટરીના નામથી નોટિસ (Notice in Sokhada Haridham) લગાવવામાં આવી છે. તેમાં જે સંતો, સાધકો, સાધ્વી કે સેવકો સોખડા છોડી અન્યત્ર જવા માગે છે તેમને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે તેમ જણાવવામાં આવ્યું છે. જે તમામ વિવાદને લઈને ભક્તો પણ બે જૂથમાં વહેંચાયા છે. વહીવટના વર્ચસ્વ માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે શરૂ થયેલી ખેંચતાણ(Sokhada Haridham Vivad) બાદ શક્તિ પ્રદર્શન પણ થયા હતા.

આ પણ વાંચો :Haridham Sokhada controversy: હરિધામ સોખડા મંદિરનાં બે જૂથ વચ્ચે કલેક્ટર કચેરીમાં ભારે બબાલ

"કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવા નહીં દેઈએ" - બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થયેલા, પરંતુ તમામ પ્રયાસો સફળ થયા નથી. વડોદરા જીલ્લાના DYSP સુદર્શન સિંહ વાળાએ જણાવ્યું હતું કે, કોઈપણ કાળે પોલીસ કાયદો અને વ્યવસ્થાની (Vadodara Police in Haridham) સ્થિતિ બગડવા નહીં દે, વર્તમાન વિવાદ બાદ સર્જાયેલી સ્થિતિનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવે તે દિશામાં પણ પોલીસ સતત પ્રયાસરત છે. જે માટે સંતો તેમજ મંદિર પ્રસાશન સાથે પણ સતત સંવાદ કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details