ગુજરાત

gujarat

સ્વીટી પટેલ કેસ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો

By

Published : Jul 19, 2021, 10:04 AM IST

Updated : Jul 19, 2021, 2:59 PM IST

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સ્વીટી પટેલનો કેસ ચર્ચામાં છે. આ કેસમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હસ્તક્ષેપ કર્યો છે અને કેસને ગ્રામ્ય પોલીસ પાસેથી લઈને ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપ્યો છે.

vadodara
સ્વીટી પટેલ કેસ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો

  • સ્વીટ પટેલ કેસ વડોદરા જિલ્લા પોલીસ પાસેથી લઈ લેવાયો
  • ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કરશે તપાસ
  • પ્રદિપસિંહ જાડેજાએ કર્યું SHE-ટીમ કાઉન્સીલીંગ સેન્ટરનુ આરંભ

વડોદરા: જિલ્લા SOG PI અજય દેસાઇના પત્ની સ્વીટી પટેલ રહસ્યમય રીતે ગુમ થયાના મામલે રાજ્ય ભરમાં ચકચાર મચાવી છે. 40 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે પણ સ્વીટી પટેલનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી. ગ્રામ્ય પોલીસ વિવિધ ટીમો બનાવી કેસને ઉકેલવામાં લાગી છે. પરંતુ હજી સુધી કોઇ સફળતા ન મળતા આ ચકચારીત કેસની ગ્રામ્ય પોલીસ પાસેથી આંચકી લેવામાં આવ્યો છે. જેથી હવે પછી આ સમગ્ર કેસની તપાસ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કરશે.

SHE-ટીમ કાઉન્સીલીંગ સેન્ટરના આરંભ

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા રવિવારે વડોદરા પોલીસ ભવન ખાતે SHE-ટીમ કાઉન્સીલીંગ સેન્ટરનું આરંભ તેમજ કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાજ્યભરમાં ચર્ચિત સ્વીટી પટેલ કેસ મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા રેન્જ આઇ.જી, સ્વીટી પટેલ કેસની તપાસ કરી રહેલા DYSP કલ્પેશ સોલંકી અને એસ.પી ડો. સુધીર દેસાઇ સાથે પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંહના ચેમ્બરમાં બંધ બારણે મીટીંગ કરી હતી.

સ્વીટી પટેલ કેસ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો

આ પણ વાંચો: સાવલીના ખાખરીયા ગામે આવેલી ટાટા એન્ટરપ્રાઈઝ કંપનીનું યુનિટ બંધ કરતા બાકી વળતર મામલે કામદારોએ કર્યું વિરોધ પ્રદર્શન

પોસીસ અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક

20 મિનીટ સુધી ચાલેલી આ મીટીંગ બાદ પ્રદિપસિંહ જાડેજાએ મીડીયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતુ કે, સ્વીટી પટેલ ગુમ થયા મામલે હાલ વડોદરા ગ્રામ્ય પોલીસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહીં છે. જ્યાં જરૂરી હતા તેવા લોકોના પોલીગ્રાફ ટેસ્ટ, નાર્કોટેસ્ટ, ફોરેન્સીક મેડીસીન અને ટેક્નિકલ ડીટેઇલના આધાર પર જે સ્થળથી (દહેજના અટાલી ગામ) માનવના હાળકા હોવાની સંભાવના હતી, તે ફોરેન્સિક મેડિસીનની તપાસ અને એફ.એસ.એલ દ્વારા પણ શંકાસ્પદ વસ્તુઓની તપાસ અને નાર્કોટેસ્ટના સંદર્ભે પણ કાર્યવાહી ચાલી રહીં છે.

ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ

વધુમાં તેઓ જણાવ્યું કે, હ્યુમન ઇન્ટેલીજીન્સમાંથી મળેલા બાતમી અને ટેકનીકલ ઇન્ટેલીજન્સનો સમાવેશ કરીને તપાસ કરવામાં આવી રહીં છે. આ કેસમાં જેટલા પણ લોકો શંકાસ્પદ રીતે સંકળાયેલા છે, તેમની તપાસ અને પુછપરછની પ્રક્રિયા તેમજ વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહીં છે. તેમજ આ કેસની તપાસ હવે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કરશે.

આ પણ વાંચો: ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદને લઇને વડોદરા NDRFની 10 ટીમો તૈનાત

રાજકિય દબાણ

40 દિવસના કરતા વધુ સમયથી રહસ્યમય રીતે ગુમ સ્વીટી પટેલની કોઇ સગળ પોલીસ મેળવી શકી નથી. તેમજ પી.આઇ અજય દેસાઇ કેટલાક જાણીતા રાજકારણીઓ સાથે નિકટતા ધરાવતા તેમની પુછપરછ કરવામાં આવી હતી. જેથી સ્વીટી પટેલ ચકચારી કેસમાં કોઇ રાજકીય દબાણ પોલીસ પર કામ ન લાગે તે માટે સ્વીટી પેટલ કેસની તપાસ આખરે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

Last Updated :Jul 19, 2021, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details