ગુજરાત

gujarat

GST on Garba Pass : વડોદરામાંથી સામે આવી સંચાલકો અને ખેલૈયાઓની નારાજગી

By

Published : Aug 2, 2022, 8:45 PM IST

Updated : Aug 2, 2022, 9:01 PM IST

GST on Garba Pass : વડોદરામાંથી સામે આવી સંચાલકો અને ખેલૈયાઓની નારાજગી

ગરબાના પાસ પર 18 ટકા જીએસટીને (GST on Garba Pass) લઇને ગરબાના આયોજકો અને ખૈલૈયાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાતના ગરબા વિશ્વભરમાં આગવી ઓળખ છે ત્યારે આ પ્રકારનું ટેક્સ ભારણ નવરાત્રી 2022નો (Navratri 2022 ) રંગ ફિક્કો પાડશે એવા એંધાણ છે. આ વિશે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (Vadodara Navratri Festival ) આયોજકો અને ખૈલેયાઓએ પ્રતિક્રિયા આપી હતી.

વડોદરા: બે માસના કોરોનાકાળ બાદ નવરાત્રીના પાવન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. ત્યારે સરકારે ગરબાના પાસ પર જીએસટી (GST on Garba Pass)લાગુ કરતા ખેલૈયાઓ પર ભારણમાં વધારો થયો છે. ગુજરાતની સંસ્કૃતિ પર ટેક્સ નાખતા ખેલૈયામાં ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. સાથે આયોજકો પોતાના આયોજનને લઈ અચરજમાં મુકાયા છે. માત્ર સંસ્કારી નગરીમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ગુજરાતી ગરબાની પ્રશંસા થાય છે. ત્યારે ગુજરાતમાં વડોદરા શહેરમાં નવરાત્રીના ટાણે ખેલૈયાઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગરબે ગુમતા હોય છે. આ વર્ષે 18 ટકા જીએસટીને (18 percent GST ) લઈ ગરબા રસિયાઓમાં નારાજગી જોવા મળી રહી છે.

આ પ્રકારનું ભારણ નવરાત્રીનો રંગ ફિક્કો પાડશે

આ પણ વાંચોઃ GST Council meeting : 0.25 થી 1.5 ટકા દર વધારાયો તો હીરાઉદ્યોગનો શું આવ્યો પ્રતિભાવ જૂઓ

વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ સંચાલક શું કહે છે-વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (Vadodara Navratri Festival ) સંચાલક મયંક પટેલે જણાવ્યું હતું કે મહિલાઓના જે પાસનો ભાવ 200 થી 300 રૂપિયા છે તેમાં માત્ર કુરિયર ચાર્જ (GST on Garba Pass)લગાવવામાં આવશે. પરંતુ જીએસટી બાબતે અમારી સંસ્થા કોઈ પણ ચાર્જ વસૂલશે નહીં. જો સરકાર દ્વારા જે નિયમ કરવામાં આવ્યો છે તે અનુસાર જીએસટી ભરવાનો થશે તો નોર્મલી ચાર્જમાંથી અમે જાતે જીએસટી ભરી દઈશું તેવી વાત કરી હતી. કારણ કે નવરાત્રીએ સાંસ્કૃતિક અને માતાજીની આરાધનાનો તહેવાર હોઇ આ પ્રકારે પૈસા લેવા ઉચિત નથી. જેથી કરીને અમારી સંસ્થા પાસ અને જોનાર ટિકિટ પર જીએસટી નહીં વસૂલે. સરકારને પણ નમ્ર અપીલ છે કે અન્ય પ્રાઇવેટ જે આયોજન થતાં હોય છે તેમાં પણ જીએસટીને પાછો ખેંચવામાં આવે તેવી અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ હવે ચેક અને ચેકબુક ઇશ્યુ કરતા પહેલા જોજો હો..., થશે આ નુકશાન

ખેલૈયાઓએ આ રીતે વ્યક્ત કરી નારાજગી-બે વર્ષના કોરોના કાળ બાદ ફરી એકવાર નવરાત્રીના પાવન પર્વને (Navratri 2022 )લઈ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરંતુ સરકાર દ્વારા એન્ટ્રી પાસમાં 18 ટકા જીએસટી (GST on Garba Pass) લાદવામાં આવ્યો છે. જેને લઇ ખેલૈયોના રંગમાં ભંગ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. ખેલૈયાઓ કહી રહ્યા છે કે સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય પાછો ખેંચવો જોઈએ. વડોદરા સંસ્કારી નગરીની ઓળખ વિશ્વકક્ષાએ ગરબાથી ઓળખાય છે. તો આજ ગરબાની રમઝટમાં 18 ટકા જીએસટીએ (18 percent GST ) સૌ ખેલૈયાઓનો રંગ ઉડાવી દીધો છે. આવનાર સમયમાં આ જીએસટી પાછું ખેંચી લેવો જોઈએ તેવી સરકારને અપીલ કરીયે છીએ. અનેક યુવા ખેલૈયાઓ માતાજીના પાવન પર્વમાં ખૂબ ઉત્સાહથી જોડાય તેવી વાત ખેલૈયાઓ કરી રહ્યા છે. આયોજકો કમાણીમાં ખેલૈયાઓ પીસાઈ રહ્યા છે તો આ પ્રકારનો ટેક્સ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ન હોવો જોઈએ તેવી ખેલૈયાઓ માગ કરી રહ્યા છે.

Last Updated :Aug 2, 2022, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details