ગુજરાત

gujarat

વડોદરામાં વડાપ્રધાનને ગ્રિટીંગ કાર્ડ પાઠવી શુભેચ્છા પાઠવતા હરિઓમ ગુર્જર

By

Published : Sep 17, 2021, 4:57 PM IST

Narendra Modi's birthday

વડોદરાના નરેન્દ્ર મોદીના પ્રશંસક હરિઓમ ગુર્જર તેમના જન્મદિવસે દર વર્ષે કંઈને કંઈ નવી રીતે ગ્રીટીંગ કાર્ડ બનાવીની શુભેચ્છા પાઠવે છે. આ વખતે પણ ગુરુવારે તેમના જન્મદિને પોટ્રેઈટસ કળાનો સાથ લઇ અનોખુ ગ્રિટીંગ કાર્ડ બનાવ્યું હતુ.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક હરિઓમ ગુર્જર પ્રધાન દર વર્ષે ગ્રીટિંગ કાર્ડ બનાવી પાઠવે છે શુભેચ્છા
  • 72 મા જન્મદિવસની શુભકામના પાઠવવા પોટ્રેઈટ્સ કળાનું અનોખુ ગ્રિટીંગ કાર્ડ બનાવ્યું
  • વડાપ્રધાનને ગ્રિટીંગ કાર્ડ પાઠવી શુભેચ્છા પાઠવતા હરિઓમ ગુર્જર

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક હરિઓમ ગુર્જર તેમના જન્મદિવસે દર વર્ષે કંઈને કંઈ નવી રીતે ગ્રીટીંગ કાર્ડ બનાવીની શુભેચ્છા પાઠવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુવારે 72 મા જન્મદિવસની શુભકામના, શુભેચ્છા વ્યકત કરવા માટે પોટ્રેઈટસ કળાનો સાથ લઇ અનોખુ ગ્રિટીંગ કાર્ડ બનાવ્યું હતુ.

એક પોટ્રેઈટસ બનાવતા આશરે સરેરાશ 54 મીનીટ થઇ હતી

પાછલા 32 વર્ષથી નીત નવા કલા પ્રયોગો કરતા વડોદરાના ક્લાકાર હરિઓમ ગુર્જર પોટ્રેઈટસ આર્ટ ધરાવતુ ગ્રિટીંગ કાર્ડ બનાવ્યું હતું. આ અંગે કલાકાર હરિઓમ જણાવ્યું હતું કે, આની તૈયારી ઘણા વખત પહેલાથી કરી હતી. જેમાં નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ પસંદ કરી તેને અલગ અલગ મધ્યમાંથી કઈ રીતે થાય તે નકકી કરવાનું કર્યુ હતુ. આ 32 પોટ્રેઈટસમાં ડ્રોઈંગ, પેઇન્ટીંગની વિભિન્ન શૈલીનો ઉપયોગ કર્યો છે. એક પોટ્રેઈટસ બનાવતા આશરે સરેરાશ 54 મીનીટ થઇ હતી .

આ કાર્ડને લિમકા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન

બાળપણથી લઇ અત્યાર સુધીના તેઓના વિવિધ પોટ્રેઈટ્સનો એક આર્કષક આલ્બમ બનાવી શુભેચ્છા આપવામાં આવી હતી. આ પોટ્રેઈટ્સની રેપ્લીકાનું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ કાર્ડને લિમકા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળનાર છે. હરિઓમ ગુર્જર જણાવ્યું હતું કે, આ કાર્ડ બનાવવાનો હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ૭૨ મા જન્મદિવસની શુભકામના આપવાનું છે.

ABOUT THE AUTHOR

...view details