ગુજરાત

gujarat

સુરત OBC આરક્ષણ બીલને અમે આવકારીએ છીએ,આર્થિક અને સામાજિક રીતે સર્વે થવો જોઈએ:હાર્દિક પટેલ

By

Published : Aug 12, 2021, 11:59 AM IST

hardik

ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સુરતની મુલાકાતે છે લોકોના અલગ અલગ પ્રશ્નોને લઇ સરદાર ફાર્મ ખાતે મીટીંગ યોજવામાં આવી હતી. હાર્દિક પટેલે તાજેતરમાં પસાર થયેલા OBC સંશોધન આરક્ષણ બિલને સમર્થન આપ્યું હતું. હાર્દિકે રાજ્યની અંદર પટેલ,રાજપૂત, બ્રાહ્મણ,સોની,લુહાના, સમાજ જે લોકો સુવર્ણ કહેવાય છે, એનું આર્થિક અને સામાજિક રીતે સર્વે થવો જોઈએ જે સમાજ ગરીબ હોય એ લોકોને OBC આધારિત સહયોગ મળવો જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.

  • શાળા સંચાલકો દ્વારા વસૂલવામાં આવતી ફી અંગે આંદોલન કરવા આયોજન
  • કોરોના બાદ મધ્યમ વર્ગીય પરિવારોની સ્થિતિ ખૂબ જ ખરાબ
  • સરકારે આવા લોકોને મદદ કરવી જોઈએ

સુરત: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ બે દિવસ સુરતની મુલાકાતે છે. શહેરના યોગી ચોક ખાતે સરદાર પટેલ ફાર્મમાં હાર્દિક પટેલે લોકો સાથે મિટિંગનું આયોજન કર્યું હતું લોકોના પ્રશ્નો સાંભળી તેમજ શાળા સંચાલકો દ્વારા વસૂલવામાં આવતી ફી અંગે આંદોલન કરવા આયોજન કર્યું હતું. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સુરત ખાતે અલગ-અલગ મુદ્દાઓને લઈને લોકોને મળવાનો પ્રયાસ કરું છું, કોરોના બાદ મધ્યમ વર્ગીય પરિવારોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

લોકોની મુશ્કેલીઓને સાંભળવી જોઈએ

સુરત જેવું આર્થિક મજબૂત શહેરમાં મધ્યમ વર્ગીય પરિવારની સ્થિતિ એટલી ખરાબ હોય તેવામાં સરકારે આવા લોકોને મદદ કરવી જોઈએ, જેમાં ખાસ કરીને પોતાના બાળકોને ભણાવવા માંગતા વાલીઓ પાસેથી ફી ન લેવી જોઈએ સાથેજ આવનારા દિવસોને લઈ તૈયારી કરવી જોઈએ. જે બાળક આજે સ્કૂલમાંથી બનીને બહાર નીકળશે તેના માટે કોલેજની વ્યવસ્થા કરવી જોઈએ જેથી બાળક મફતમાં ભણી શકે. જે પરિવારના લોકો પોતાના મકાનમાં રહે છે તેઓની ઇમ્પેક્ટ લઇ લેવામાં આવી છે 2017 માં પણ વાયદો કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા તમામ મકાનો દસ્તાવેજો કરી આપીશું હજુ સુધી દસ્તાવેજો નથી થયા તો આ તમામ મકાનોનું દસ્તાવેજ રાજ્ય સરકાર ખાસ કરીને કલેકટરના આદેશથી કરે એવી મારી વિનંતી છે.

સુરત OBC આરક્ષણ ભીલને અમે આવકારીએ છીએ,આર્થિક અને સામાજિક રીતે સર્વે થવો જોઈએ:હાર્દિક પટેલ

આ પણ વાંચો: Kinnaur Landslide: દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત, 40થી વધુ લોકો ગુમ

OBC આરક્ષણ ભીલને અમે આવકારીએ છીએ

તાજેતરમાં જ પસાર થયેલ OBC આરક્ષણ બિલને લઈ હાર્દિક પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જે OBC સંશોધન બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર કર્યું છે તેને અમે લોકો એને આવકાર્ય છે અને વિપક્ષે પણ સહયોગ આપ્યો છે પણ ખાસ કરીને આ રાજ્યની અંદર પટેલ,રાજપૂત, બ્રાહ્મણ,સોની,લુહાના, સમાજ જે લોકો સુવર્ણ કહેવાય છે એનું આર્થિક અને સામાજિક રીતે સર્વે થવો જોઈએ. આ માંથી કોઈ પણ સમાજ ગરીબ હોય શહેરમાં હોય કે જિલ્લામાં એ લોકોને OBC આધારિત સહયોગ મળવો જોઈએ વધુમાં જણાવ્યું હતું કે 10 ટકા અનામત આપ્યા બાદ મારી વ્યક્તિગત લાગણીઓ હજુ પણ છે ગુજરાતમાં પટેલ સમાજનું સર્વે થવો જોઈએ.

આ પણ વાંચો:વડાપ્રધાન આજે 'આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ'માં ભાગ લેશે

ABOUT THE AUTHOR

...view details