ગુજરાત

gujarat

War Against Drugs : સુરત SOGએ 58.530 ગ્રામ MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો

By

Published : Nov 10, 2021, 1:49 PM IST

War Against Drugs :  સુરત એસઓજીએ 58.530 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો
War Against Drugs : સુરત એસઓજીએ 58.530 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો

સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ( Surat SOG ) પોલીસે ફરી એક વખત એમ.ડી. ડ્રગ્સ ઝડપી ( War Against Drugs ) પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પાસેથી 58.530 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ( Drugs ) સાથે રાજસ્થાની યુવકને ( Rajasthani Youth ) ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં ડ્રગ્સ મંગાવનારા અને મોકલનારા બે ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.

  • દિવાળીના તહેવાર દરમ્યાન ડ્રગ્સના જથ્થા સાથે વધુ એક યુવક ઝડપાયો
  • 5.85 લાખની કિમતનું 58.530 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું
  • ઘટનામાં ડ્રગ્સ મંગાવનારા અને મોકલનારા બે ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા

સુરત : સુરત શહેરમાં ભૂતકાળમાં અનેક વખત MD ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન ડ્રગ્સના જથ્થા સાથે વધુ એક યુવક ઝડપાયો છે. Surat SOG પોલીસનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ઇસમ ડ્રગ્સના જથ્થા ( Drugs )સાથે સુરત આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી નિયોલ ચેકપોસ્ટ પાસેથી એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રવીણકુમાર બલવંતરામ વાના અને તે રાજસ્થાનનો ( Rajasthani Youth ) રહેવાસી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા

પોલીસે તેની અંગ ઝડતી લેતા તેની પાસેથી 5.85 લાખની કિમતનું 58.530 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો સરથાણા ખાતે રહેતા જૈમીન છગનભાઈ સવાણીએ મંગાવ્યું હતું અને આ ડ્રગ્સનો જથ્થો તેને બાજુના ગામમાં રહેતા આશુરામ રાયચંદ ખીલેરી પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ War Against Drugs: ગુજરાતમાંથી 5 મહિનામાં અંદાજિત 24,800થી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 350 કરોડથી વધુની કિંમત હોવાની માહિતી

ABOUT THE AUTHOR

...view details