ગુજરાત

gujarat

સુરતની શાળાઓમાં ફરી કોરોનાનો કહેર: 2 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર હરકતમાં

By

Published : Oct 23, 2021, 10:14 AM IST

students tested corona positive
students tested corona positive

શહેરની બે શાળાઓમાં એક-એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (students tested corona positive) આવતા તંત્ર હરકતમાં આવી બંને સ્કૂલોને સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. બીજી લહેર બાદ અત્યાર સુધી કુલ 16 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે.

  • સુરતમાં આજે ફરીથી વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ
  • એક સાથે બે-વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર થયુ દોડતું
  • તંત્ર શક્રીય થઇ શાળાને સાત દિવસ માટે બંધ કરી દીધી

સુરત: શહેરની બે શાળાઓમાં એક-એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (students tested corona positive) આવતા તંત્ર હરકતમાં આવી ગયુ છે. શાળાને સાત દિવસ માટે બંધ કરવામાં આવી છે. હાલ આ બંને વિદ્યાર્થીઓ ઘો-11માં અભ્યાસ કરી રહ્યા છે.

સુરતની શાળાઓમાં ફરી કોરોનાનો કહેર

ધોરણ-11ના વિદ્યાર્થીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ

શહેરના પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલા એક્સપરિમેન્ટલ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં અને વેસુ વિસ્તારમાં આવેલ અગ્રવાલ વિહાર સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરતા એક-એક વિદ્યાર્થીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને વિદ્યાર્થીઓના પરિવારોનો પણ કોવિડ-19ની ટીમ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ બંને વિદ્યાર્થીઓના પરિવારના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. આ બંને સ્કૂલોને સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. બીજી લહેર બાદ અત્યાર સુધી કુલ 16 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે.

સુરતની શાળાઓમાં ફરી કોરોનાનો કહેર

આ પણ વાંચો:

સૌથી વધુ ટેસ્ટ સેન્ટર ઝોનમાં

આરોગ્ય અધિકારી આશિષ નાયકે કહ્યું કે, શહેરની અલગ અલગ શાળાઓમાં એક-એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી બંને શાળાઓને અમારી ટીમ દ્વારા 7 દિવસ માટે બંધ રાખવામાં આવી છે. કોરોનાની બીજી લહેર બાદ અત્યાર સુધી સ્કૂલ-કૉલેજ તથા ટ્યૂશન ક્લાસીસના કુલ 1,20,708 જેટલા વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરી ચૂક્યા છીએ. સૌથી વધુ 25,492 ટેસ્ટ સેન્ટર ઝોનમાંથી કરવામાં આવ્યા છે અને આ જ વિસ્તારમાં નાની-મોટી શાળા-કૉલેજો તથા ટ્યૂશન ક્લાસીસ આવેલા છે.

આ પણ વાંચો:

સુરતની શાળાઓમાં ફરી કોરોનાનો કહેર

સ્કૂલો બહાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં

શાળા સંચાલકો દ્વારા સ્કૂલની અંદર તો સારી વ્યવસ્થાઓ રાખવામાં આવી છે પરંતુ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન જોવા મળતું નથી. વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી લઈને આવતી વાનમાં પણ વિદ્યાર્થીઓ કોરોનાને લઈને ગંભીર જોવા મળતા નથી. સ્કૂલ રીક્ષા, વાન અથવા તો બસમાં વિદ્યાર્થીઓ માસ્ક વગર જોવા મળી રહ્યા છે. જોકે, કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકોને કોરોના થવાની સંભાવના વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓને છોડવામાં આવે ત્યારે એક સાથે જ છોડી દેવામાં આવે છે. જેથી સ્કૂલની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભીડ જોવા મળે છે. જે સ્કૂલોની ગંભીર બેદરકારી કહી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details