ગુજરાત

gujarat

Maharashtra Political Crisis: શિવસેનાના વધુ 4 ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા

By

Published : Jun 23, 2022, 8:15 AM IST

Updated : Jun 23, 2022, 12:49 PM IST

Maharashtra Political Crisis: શિવસેનાના વધુ 4 ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા

શિવસેનાના વધુ ત્રણ નારાજ ધારાસભ્યો સુરત પહોંચી (three more shiv sena mlas reached at surat) ગયા છે. હવે તેમને વિશેષ વિમાનમાં ગુવાહાટી મોકલવામાં આવશે. અગાઉ 41 જેટલા ધારાસભ્યો ગુવાહાટી રવાના (Shiv Sena MLAs in Guwahati ) થઈ ચૂક્યા છે.

સુરત: મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલ શાંત (Maharashtra Political Crisis) થવાનું નામ નથી લઈ રહી. તેવામાં શિવસેનાના વધુ 4 નારાજ ધારાસભ્યો સુરત પહોંચ્યા છે. આ સાથે જ શિવસેના પાર્ટીના પગ નીચેથી જમીન સરકતી જાય છે તેવું લાગી રહ્યું છે. તો હવે આ ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી પહોંચાડવામાં આવ્યા છે.

શિવસેનાના ધારાસભ્ય સંજય રાઠોડ ગુવાહાટી જવા રવાના

બળવાખોર ધારાસભ્યો એકનાથ શિંદેને મળશે - આ ધારાસભ્ય શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મળશે. જ્યારે બુધવારે પણ સુરતથી ત્રણ જેટલા ધારાસભ્ય ગુવાહાટી રવાના થયા હતા. તો મંગળવાર અને બુધવાર આ 2 દિવસ દરમિયાન વધુ 6 શિવસેનાના નારાજ ધારાસભ્યોએ સુરતમાં ધામા નાખ્યા છે. તો અગાઉ મંગળવારે 41 જેટલા ધારાસભ્યો ગુવાહાટી રવાના (Shiv Sena MLAs in Guwahati) થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો-ઉદ્ધવ ઠાકરે CM આવાસને કહ્યું અલવિદા, સામાન સાથે થયા રવાના

વહેલી સવારે હોટેલ પહોંચ્યા ધારાસભ્યો - મહારાષ્ટ્ર રાજકારણમાં ચાલતા (Maharashtra Political Crisis) સંકટની સ્થિતિ વચ્ચે શિવસેનાના વધુ 3 ધારાસભ્યો બુધવારે રાત્રે સુરતથી મુંબઈ જવા રવાના થયા હતા. તેઓ વહેલી સવારે સુરતના લિ મેરિડિયાન હોટેલ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, માહિમના ધારાસભ્ય સદા સરવણકર અને કુર્લાના ધારાસભ્ય મંગેશ કુડાલકર, ધારાસભ્ય સંજય રાઠોડ અને વધુ એક ધારાસભ્ય સુરત જવા રવાના થયા હતા. આ ત્રણેય ધારાસભ્યો સવારે 4 વાગ્યે સુરત પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ સુરતથી ગુવાહાટી (Shiv Sena MLAs in Guwahati) ગયા હતા. માનવામાં આવે છે કે, આ ધારાસભ્ય શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મળશે.

ધારાસભ્ય સંજય રાઠોડ

આ પણ વાંચો-મને જેલમાં રાખવામાં આવ્યો હતો, શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખનું નિવેદન

અગાઉ એકનાથ શિંદે ધારાસભ્યો સાથે પહોંચી ગયા છે ગુવાહાટી - વધુ 3 બળવાખોર ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા - અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે એકનાથ શિંદે સાથે 41 જેટલા ધારાસભ્ય સુરત એરપોર્ટથી ગુવાહટી જવા માટે રવાના થયા હતા. જ્યારે બુધવારે શિવસેનાના વધુ 3 બળવાખોર ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા. શિવસેનાના ધારાસભ્ય યોગેશ કદમ, નિર્મલા ગાવિત અને ચંદ્રકાન્ત પાટિલ સુરત પહોંચ્યા હતા. આ ત્રણેય ધારાસભ્યો સુરતથી વિશેષ વિમાન થકી ગુવાહાટી (Shiv Sena MLAs in Guwahati ) રવાના થયા હતા.

Last Updated :Jun 23, 2022, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details