ગુજરાત

gujarat

સુરતના સબ જુનિયર તથા જુનિયર ખિલાડીઓએ રાજ્યકક્ષાએ તરણ સ્પર્ધામાં ડંકો વગાડયો

By

Published : Sep 23, 2021, 9:42 AM IST

સુરતના સબ જુનિયર તથા જુનિયર ખિલાડીઓએ રાજ્યકક્ષાએ તરણ સ્પર્ધામાં ડંકો વગાડયો

ગત તા. 18-19 તારીખે અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં સુરતના 59 જેટલા ખેલાડીઓએ ભાગ લઈને 52 જેટલા મેડલ મેળવી રાજ્યમાં સુરતના ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. આ ખેલાડીઓએ કોવિડ-19ની પરિસ્થિતિમાં આ સ્પર્ધા માટે ખૂબ જ ઓછી પ્રેક્ટિસ કરી હોવા છતા જેમાં 9 વર્ષના હેમીસ ચૌહાણએ 5 ગોલ્ડ મેડલ તેમજ ધારા પટેલે 3- ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

  • રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં સુરતના ખેલાડીઓ છવાયા
  • 9 વર્ષનો સરિતા સાગરમાં સ્પોર્ટ્સ સંકુલમાં છેલ્લા ત્રણ વર્ષથી સ્વિમિંગ શીખી રહ્યો છે.
  • કુલ 59 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો
  • ખૂબ જ ઓછી પ્રેક્ટિસ કરી હોવા છતા સારૂ પરીણામ મેળવ્યું

સુરત : સુરત ડિસ્ટિક એક્ટિવિટી એશોશીયેશનના 59 ખિલાડીઓએ ગત તા. 18-19 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજવામાં આવેલ તરણ સ્પર્ધામાં ભાગ લઈ આ ખેલાડીઓએ અલગ-અલગ ગ્રુપમાં સુરત શહેર તરફથી ભાઈઓ તથા બેહનોએ પોતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમાં સુરતના ખિલાડીઓએ અલગ-અલગ કુલ 52 જેટલા મેડલ મેળવી આ ખેલાડીઓ રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં રાજ્યમાં છવાઈ ગયા હતા. એમાં ખેલાડીઓએ 12 ગોલ્ડ, 13 સિલ્વર તથા 29 બ્રોન્સ મેડલ મેળવ્યો છે. આ રીતે સુરત શહેરનું નામ રાજ્યમાં રોશન કર્યું હતું.

સુરતના સબ જુનિયર તથા જુનિયર ખિલાડીઓએ રાજ્યકક્ષાએ તરણ સ્પર્ધામાં ડંકો વગાડયો

આ પણ વાંચો :IPL ફેઝ-2માં પણ કોરોનાનો પગપેસારો, હૈદરાબાદનો આ ઘાતક બોલર આવ્યો કોરોના પોઝિટિવ

9 વર્ષના હેમીસ ચૌહાણએ 5 ગોલ્ડ મેડલ મેળવ્યા છે

સુરત શહેરના હેમીશ ચૌહાણ જે વખત 9 વર્ષનો છે. તેણે ગત તા. 18-19 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજવામાં આવેલ તરણ સ્પર્ધામાં સબ જુનિયર બોઈસ ગ્રુપ-5માં ભાગ લઈ કુલ પાંચ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતા. આ સાથે ગુજરાત સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ ક્રમે આવ્યો હતો. હેમીશ ચૌહાણ જે સુરતના અડાજણ ખાતે આવેલ સરિતા સાગરમાં સ્પોર્ટ્સ સંકુલમાં છેલ્લા ત્રણ વર્ષથી સ્વિમિંગ શીખી રહ્યો છે. અને છેલ્લા ઘણા સમયથી સુરતની સ્વિમિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લે છે. તે શહેરની એલ.પી.સવાણી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે.

સુરતના સબ જુનિયર તથા જુનિયર ખિલાડીઓએ રાજ્યકક્ષાએ તરણ સ્પર્ધામાં ડંકો વગાડયો

ધારા પટેલે 3- ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

સુરત શહેરની ધારા પટેલ તેઓ પણ આ રાજ્યકક્ષા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 3- ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ તથા 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સુરતના સુરત ડિસ્ટિક એક્ટિવિટી એશોશીયેશનના 59 ખિલાડીઓ માંથી 7 બેહનોએ ભાગ લીધો હતો તેમાંથી ધારા પટેલ પણ હતી. તેણે પણ આ તરણ ચેમ્પીયનશીપ સ્પર્ધામાં ખૂબ જ સારું પ્રદર્શન કરી કુલ પાંચ જેટલા મેડલ્સ મેળવ્યા હતા.

આ પણ વાંચો :ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી

ખૂબ જ ઓછી પ્રેક્ટિસ હોવા છતાં સારું પરિણામ આવ્યું છે.

સુરત ડિસ્ટિક એક્ટિવિટી એશોશીયેશનના પ્રમુખ નવનીતભાઈ સેલર દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, ગત તા. ૧૮-૧૯ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજવામાં આવેલ તરણ સ્પર્ધામાં સુરતના અમારા એસોસિએશનના ભાઈ-બહેન મળી કુલ 59 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ખેલાડીઓમાંથી સુરતના ખેલાડીઓએ 52 જેટલા મેડલ મેળવીનેં રાજ્યમાં પોતાનો ડંકો વગાડ્યો હતો. આ ખેલાડીઓએ કોવિડ-19ની પરિસ્થિતિમાં આ સ્પર્ધા માટે ખૂબ જ ઓછી પ્રેક્ટિસ કરી હોવા છતા તેઓને તાલીમ પણ ખૂબ જ ઓછા સમયમાં આપવામાં આવી હતી. તેમ છતાં આજે આ ખેલાડીઓએ રાજ્યમાં સુરતનો ડંકો વગાડ્યો છે. આ બધા જ ખેલાડીઓને ગુજરાત રાજ્યકક્ષાના કોચ પરેશ સારંગ, વિરલ શૈલર, નિમેષ સૈરલ તથા સુરત મહાનગરપાલિકાના ચીફ કોચ બકુલભાઈ સારંગ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details