ગુજરાત

gujarat

ઉદ્ધવ ઠાકરેના ખાસ માણસ પણ ગુવાહટી જવા માટે થયા રવાના, જાણો કોને ફાડ્યો છેડો...

By

Published : Jun 23, 2022, 6:25 PM IST

Updated : Jun 23, 2022, 6:48 PM IST

સરકાર સરકી

રવિન્દ્ર પાઠક મંગળવારે નારાજ ધારાસભ્યને મનાવવા માટે સુરત પહોંચ્યા હતા. રવિન્દ્ર પાઠકને ઉદ્ધવ ઠાકરેના ખાસ માણસ માનવામા આવી રહ્યા છે. આજે તેઓ, સુરત એરપોર્ટ પરથી બારોબાર ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેસીને ગુવાહટી જવા માટે રવાના થયા છે.

સુરત : રવિન્દ્ર પાઠક મંગળવારે નારાજ ધારાસભ્યને મનાવવા માટે સુરત પહોંચ્યા હતા. રવિન્દ્ર પાઠકને ઉદ્ધવ ઠાકરેના ખાસ માણસ માનવામા આવી રહ્યા છે. આજે તેઓ, સુરત એરપોર્ટ પરથી બારોબાર ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેસીને ગુવાહટી જવા માટે રવાના થયા છે. શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્યો આજે સવારે સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. આ પહેલા બુધવારે ગુવાહાટીમાં વધુ ચાર ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા (Guvahati Shivsena MLA) હતા.

ઉદ્ધવ ઠાકરેના ખાસ માણસ પણ ગુવાહટી જવા માટે થયા રવાના, જાણો કોને ફાડ્યો છેડો...

ઉદ્ધવ ઠાકરેની સરકાર કગાર પર - મહારાષ્ટ્રમાં રાજકારણનો પારો (Maharashtra Political Crisis) સતત વધી રહ્યો છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સંખ્યા વધી (Guvahati Shivsena MLA) રહી છે. જેના કારણે સીએમ ઉદ્ધવ ઠાકરે નબળા સાબિત થઈ રહ્યા છે. નવીનતમ માહિતી અનુસાર, બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સીએમને ખુલ્લો પત્ર (Eknath shinde open letter) લખ્યો છે. આ પત્ર દ્વારા તેણે અનેક આરોપો લગાવ્યા છે.

બળવાખોર ધારાસભ્યોનો વીડિયો સામે આવ્યો: શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં હાજર તમામ ધારાસભ્યોનો એક ગ્રુપ ફોટો અને વીડિયો સામે આવ્યો છે. આ તમામ ધારાસભ્યો સાથે બેસીને શિવસેના ઝિંદાબાદ, બાળાસાહેબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

બળવાખોર ધારાસભ્યોએ લખ્યો પત્રઃ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો દ્વારા પત્ર જારી કરવામાં આવ્યો છે. એકનાથ શિંદેએ આ પત્રમાં અનેક આરોપોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, અમારી સાથે સતત પક્ષપાતી વલણ રાખવામાં આવ્યું હતું. તેમણે આગળ લખ્યું કે અમારી પાસે ઉદ્ધવ ઠાકરેની પહોંચ (Letter to uddhav thakeray) નહોતી. સાથે જ શિંદેએ કહ્યું કે, અમને પણ અયોધ્યા જતા અટકાવવામાં આવ્યા છે.
કોને કેવા લગાવ્યા આરોપ - માત્ર આદિત્ય ઠાકરેને જ અયોધ્યા (Aditya thakre ayodhya) મોકલવામાં આવ્યા હતા. તમે ક્યારેય અમારી સમસ્યાઓ સાંભળી નથી. અમને ઉદ્ધવની ઓફિસમાં જવાનો લહાવો મળ્યો નથી. હિન્દુત્વ-રામ મંદિર શિવસેનાનો મુદ્દો હતો. અમે અમારી વાત ઉદ્ધવ સામે રાખી શક્યા નહીં. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે, ફ્લોર ટેસ્ટ ક્યારે થશે તે બધા જોશે. જે લોકોએ EDના દબાણમાં પાર્ટી છોડી દીધી છે તેઓ બાળાસાહેબ ઠાકરેના સાચા અનુયાયીઓ ન હોઈ શકે.

બાળ ઠાકરેના ભક્તો - મહારાષ્ટ્રમાં સત્તાધારી મહા વિકાસ આઘાડી (MVA) સરકારમાં રાજકીય અસ્થિરતા વચ્ચે, રાઉતે વધુમાં દાવો કર્યો કે, પક્ષ હજુ પણ મજબૂત છે અને બળવાખોરો બાળ ઠાકરેના સાચા "ભક્ત" નથી. એકનાથ શિંદે પર કટાક્ષ કરતા રાઉતે કહ્યું, " અમે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં બાળાસાહેબ ઠાકરેના કામની સાથે છીએ, હું બાળાસાહેબ ઠાકરેને સમર્થન આપું છું, આવા નિવેદનથી તમે બાળાસાહેબના સાચા અનુયાયી છો એવું સાબિત નહીં કરી શકો.. આરોપ છે કે, ધારાસભ્યો બળવાખોર બની ગયા છે.

Last Updated :Jun 23, 2022, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details