ગુજરાત

gujarat

વડાપ્રધાન મોદીએ સુરત સભા દરમિયાન આપ્યા મહત્વના વચનો

By

Published : Sep 29, 2022, 1:54 PM IST

Updated : Sep 29, 2022, 2:02 PM IST

વડાપ્રધાન મોદીએ સુરત સભા દરમિયાન આપ્યા મહત્વના વચનો
વડાપ્રધાન મોદીએ સુરત સભા દરમિયાન આપ્યા મહત્વના વચનો

પીએમ મોદીના સ્વાગત માટે 21 પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા. 21 રાજ્યની સંસ્કૃતિ અને પરિવેશ મુજબ લોકો કલાકો સુધી ઊભા હતા અને પીએમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રોડ શો માં લોકો કેસરી પાગડી પેહરી ને ઉભા હતા. સ્વાગત પોઇન્ટ પર કોમી એકતા દર્શિત કરવામાં આવ્યું હતું. મનપાના પ્રકલ્પોમાં ખાડી રિડેવલપમેન્ટ, સ્મશાનભૂમિ, સિટી બસ ડેપો, 25 સ્થળે ઇ-ચાર્જિંગ સ્ટેશન, ખોજ મ્યુઝિયમ સહિતનાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સુરત : વડાપ્રધાન મોદી આજે સુરતમાં એક મેગા રોડ શો કર્યો હતો. ત્યારબાદ તેમને એક સભાને સંબોધી હતી. જેમાં તેમને સુરતને અનેક ભેટો આપી છે. ડ્રીમ સિટી ફેઝ 1નું ઉદઘાટન પીએમ મોદીએ કર્યું હતું. સુરતમાં હવે ટ્રાફિક, વીજળી, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની સમસ્યાઓ રિયલ ટાઈમમાં તરત જ ઉકેલી શકાશે. 3000 કેમેરા સાથે IT મેક સેન્ટર શહેરનું ટ્રાફિક નિયંત્રણ કરશે.

Last Updated :Sep 29, 2022, 2:02 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details