ગુજરાત

gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન મોદી દ્વારા સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ભૂમિપુજન

By

Published : Jan 18, 2021, 10:09 AM IST

ડાયમંડ સીટી સુરત ખાતે મેટ્રો ટ્રેન પ્રોજેકટ કુલ રૂપિયા 12,020 કરોડના ખર્ચે સાકારિત થશે. બે ફેઝમાં બનનારા મેટ્રો પ્રોજેક્ટ માટે ફેઝ-1નાં ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી પ્રોજેકટનું ભૂમિપુજન કરશે.
પાલિકાની ચૂંટણીની જાહેરાત અગાઉ વડાપ્રધાન આજે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું વર્ચ્યુઅલ ભૂમિપુજન
પાલિકાની ચૂંટણીની જાહેરાત અગાઉ વડાપ્રધાન આજે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું વર્ચ્યુઅલ ભૂમિપુજન

  • ફેઝ-1 માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરાઈ
  • મેટ્રો ટ્રેન પ્રોજેકટમાં 38થી વધુ મેટ્રો સ્ટેશનો હશે
  • અંડરગ્રાઉન્ડ તેમજ એલીવેટેડ સ્ટેશનો બનાવાશે

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું ભૂમિપુજન કરશે. ડાયમંડ સીટી સુરત ખાતે મેટ્રો ટ્રેન પ્રોજેકટ કુલ રૂ.12,020 કરોડના ખર્ચે સાકારિત થશે. ઉલ્લેખનીય છે કે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તારીખોની જાહેરાત થઈ શકે છે. આ અગાઉ વિકાસ કાર્યોનાં લોકાર્પણ શિલાન્યાસની કામગીરી દરેક ચૂંટણી સ્થળો પર જોરથી ચાલી રહી છે. જેમાંથી એક સુરતમાં અતિ મહત્ત્વાકાંક્ષી મેટ્રો પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.

ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સીટીનાં 21.61 કિ.મી. વિસ્તારમાં 20 સ્ટેશનોનું નિર્માણ થશે

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ઇન્ચાર્જ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સીટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. સરથાણાથી નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન, સ્વામિનારાયણ મંદિરના સ્ટેશનો એલીવેટેડ જયારે કાપોદ્રા થી લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ, સુરત રેલ્વે સ્ટેશન, મસ્કતી હોસ્પિટલ, ચોકબજાર સુધીનાં સ્ટેશનો અંડરગ્રાઉન્ડ બનશે. આગળ જતા કાદરશાની નાળ, મજુરાગેટ(ઈન્ટર કનેકટેડ સેન્ટર), રૂપાલી કેનાલ, અલથાણ ટેનામેન્ટ, વી.આઈ.પી. રોડ, વુમન આઈ.ટી.આઈ, ભીમરાડ, કન્વેન્શન સેન્ટર તથા ડ્રીમ સીટી સુધી એલીવેટેડ સ્ટેશનો બનશે. કાપોદ્રા થી ગાંધીબાગ સુધીના 6.47 કિ.મી.ના છ જેટલા અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. જેમાં પ્રથમ ફેઝની ડ્રીમ સીટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિ.મી. માટે રૂા.779 કરોડનું ટેન્ડર મંજુર થયું છે.જ્યારે કાપોદ્રાથી સુરત રેલ્વે સ્ટેશન સુધી ૩.૫૫ કિ.મી. સુધી રૂા.1073 કરોડના ખર્ચે તથા રેલ્વે સ્ટેશનનાથી ચોકબજાર સુધી .346 કિ.મી. સુધી રૂા.941 કરોડના ખર્ચે ટેન્ડરો મંજુર કરવામાં આવ્યા છે.

મેટ્રો ટ્રેન પ્રોજેકટનાં ઇન્ચાર્જ મહેન્દ્ર પટેલ સાથે વાતચીત
બીજા ફેઝમાં ભેસાણથી સારોલી સુધીના 18.47 કિ.મી.ના વિસ્તારમાં 18 સ્ટેશનો બનશે

મેટ્રો ટ્રેનના બીજા ફેઝમાં ભેસાણથી સારોલી સુધીના 18.47 કિ.મી.ના વિસ્તારમાં 18 સ્ટેશનોનું નિર્માણ થશે. જેમાં ભેસાણ, બોટનિકલ ગાર્ડન, ઉગત વારીગૃહ, પાલનપુર રોડ, એલ.પી.સવાણી રોડ, પરફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ગામ, એકવેરીયમ, બંદરીનારાયણ મંદિર, અઠવા ચોપાટી, મજુરાગેટ, ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ, ભરત કેન્સર હોસ્પિટલથી સારોલી સુધી મેટ્રો ટ્રેન સ્ટેશનોનું નિર્માણ થશે. મેટ્રો ટ્રેનનું નિર્માણ થવાથી લોકોને યાતાયાતની સગવડામાં વધારાની સાથે નિયત સમયમર્યાદામાં નિયત સ્થાનો પર પહોચી શકશે.

ABOUT THE AUTHOR

...view details