- સહકાર પેનલના 46 અને પરિવર્તન પેનલના 8 સભ્યો વચ્ચે ચૂંટણીજંગ
- 7000 પૈકી કુલ 1731 સભ્યોએ મતદાન કરતાં લગભગ 25 ટકા મતદાન નોંધાયું
- મોટાભાગના ઉમેદવારો 1500થી વધુ મત મેળવવામાં રહ્યા સફળ
સુરત: અનેક વિવાદો વચ્ચે ચેમ્બરના ઇતિહાસમાં બીજી વખત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજીંગ કમિટીના આજીવન સભ્યોની 46 બેઠક માટે સહકાર પેનલના 46 અને પરિવર્તન પેનલના 8 એમ કુલ 54 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 7000 પૈકી કુલ 1731 સભ્યોએ મતદાન કરતાં લગભગ 25 ટકા મતદાન નોંધાયું હતું. જે પૈકી 156 વોટ ગેરમાન્ય ઠરતા 1575 વોટની ગણતરી કરવામાં આવી હતી. જેમાં સહકાર પેનલના 46 ઉમેદવારોને વિજયી ઘોષિત કરવામાં આવ્યા હતા.