ગુજરાત

gujarat

અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ' અને સુરતમાં 'નમસ્તે ભાઉ' કાર્યક્રમના કારણે કોરોના પ્રસર્યો, 20 હજારથી વધુના મોત: ડો. તુષાર ચૌધરી

By

Published : Sep 13, 2021, 7:07 PM IST

અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ' અને સુરતમાં 'નમસ્તે ભાઉ' કાર્યક્રમના કારણે કોરોના પ્રસર્યો, 20 હજારથી વધુના મોત: ડો. તુષાર ચૌધરી
અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ' અને સુરતમાં 'નમસ્તે ભાઉ' કાર્યક્રમના કારણે કોરોના પ્રસર્યો, 20 હજારથી વધુના મોત: ડો. તુષાર ચૌધરી ()

કોરોના મહામારીમાં સરકાર દ્વારા મૃતકોના જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે, તેના કરતા વધારે લોકોના મોત નિપજ્યા હોવાના દાવા સાથે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની આ ન્યાય યાત્રામાં અંદાજે 20 હજારથી વધુ લોકોએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે.

  • 2 અઠવાડિયામાં 20,000થી વધુ પરિવારોની મુલાકાત લીધી હોવાનો દાવો
  • અમદાવાદમાં "નમસ્તે ટ્રમ્પ"ના કાર્યક્રમથી ગુજરાત કોરોનાની મહામારી ફેલાઈ
  • મૃતક માટે 4 લાખનું વળતર, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓને ખર્ચની રકમની માગ

સુરત: કોરોના મહામારી બાદ કોંગ્રેસની ન્યાય યાત્રામાં બે અઠવાડિયામાં 20,000થી વધુ પરિવારોની મુલાકાત લીધી હોવાનો દાવો કરાયો છે. જેમાં ગુજરાતના ચાર ઝોનમાં 21,115 પરિવારોએ આ ન્યાય યાત્રામાં ફોર્મ ભર્યા છે. આ અંગે સુરતમાં કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ' અને સુરતમાં 'નમસ્તે ભાઉ' કાર્યક્રમના કારણે કોરોના પ્રસર્યો, 20 હજારથી વધુના મોત: ડો. તુષાર ચૌધરી

કોંગ્રેસ દ્વારા 20 હજારથી વધુ પરિવારોની લેવાઈ મુલાકાત

કોંગ્રેસની બે અઠવાડિયાની ન્યાય યાત્રા બાદ આજે સોમવારે સુરતમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તંત્રની લાપરવાહીના કારણે ગુજરાતમાં 2,81,000 નાગરિકોએ જીવ ગુમાવ્યાનો સર્વેની વાત મૂકવામાં આવી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે, બે અઠવાડિયાની આ યાત્રામાં 20 હજારથી વધુ પરિવારોની મુલાકાત લેવામાં આવી છે. કોરોનામાં જે પરિવારોએ સ્વજનને ગુમાવ્યા છે. તેઓને ન્યાય આપવા માટેની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં "નમસ્તે ટ્રમ્પ"ના કાર્યક્રમથી ગુજરાત કોરોનાની મહામારી ફેલાઈ હતી. ત્યાર બાદ સુરતમાં "નમસ્તે ભાઉ"ના કાર્યક્રમને કારણે સંક્રમણમાં વધારો થયો છે. મહામારીમાં સરકાર વારંવાર આંકડા છુપાવતી હોવા સાથે મૃતકોના આંકડા પણ છુપાવ્યા છે.

કોંગ્રેસ દ્વારા કરાઈ વિવિધ માગ

કોંગ્રેસ નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનના રાજીનામાની ઘટના કોરોનામાં સરકારી નિષ્ફળતાની કબૂલાત સરકારે જાતે જ કરી છે. કોંગ્રેસ દ્વારા સરકાર પાસે તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ કરવાની અને કોવિડથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી કાયમની નોકરીની માગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details