ગુજરાત

gujarat

સુરતના વેપારીએ પોતાના 18 લાખ માગતા દિલ્હીના વેપારીએ મારી નાખવાની આપી ધમકી

By

Published : Jan 16, 2021, 1:08 PM IST

સુરતના વેપારી પોતાના રૂ. 18 લાખ માગવા જતા દિલ્હીના વેપારીએ મારી નાખવાની ધમકી આપી

સુરતમાં મિલેનિયમ માર્કેટના વેપારી ઉઘરાણીના રૂ. 18 લાખ માગવા જતા દિલ્હીના વેપારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મિલેનિયમ માર્કેટના વેપારીએ દિલ્હીના બે વેપારી સહિત દલાલ વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

  • સુરતમાં પોતાના હકના પૈસા માગવા જતા વેપારીને મળી ધમકી
  • દિલ્હીના બે વેપારીઓએ સુરતના વેપારી સાથે કરી છેતરપિંડી
  • રૂ. 18,22,645 લાખની સાડી ખરીદી કરી પૈસા ન ચૂકવ્યા
  • ઉઘરાણું માંગવા જતા બંધ એકાઉન્ટ ચેક આપી વાયદાઓ કરતા
  • દિલ્લીના બે વેપારી સહિત દલાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરતઃ સુરત મિલેનિયમ માર્કેટમાં કાપડનો વેપાર કરતાં 47 વર્ષીય નવનીતકુમાર મોહનલાલ અગ્રવાલ પાસેથી 3 ઓક્ટોબરથી 30 ડિસેમ્બર 2019 દરમિયાન દિલ્હીના વેપારીઓ સચિન આર્યા, દિપક ઠાકુરે રૂ. 18 લાખની સાડી ખરીદી હતી. બંને વેપારીઓ ચાંદની ચોક ખાતે સુભાષ માર્કેટમાં ઓફિસ ધરાવતા દલાલ લાલચંદ જૈન મારફતે રૂપિયા 18,22,645ની કિંમતની સાડીઓ 60 દિવસની ઉઘરાણીમાં ખરીદી હતી. બંને વેપારીઓ દિલ્લી ખાતે આવેલી નઈ ઈશ્વર માર્કેટમાં આર્યા ટેક્સટાઈલના નામે વેપાર કરે છે.

સુરતના વેપારી પોતાના રૂ. 18 લાખ માગવા જતા દિલ્હીના વેપારીએ મારી નાખવાની ધમકી આપી

સુરતના વેપારી ઉઘરાણી માટે ગયા તો બંને વેપારીઓએ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી


દિલ્હીના બંને વેપારીઓએ 60 દિવસનો સમય વીતી ગયા બાદ પણ પેમેન્ટ્ ન ચૂકવ્યું. નવનીતભાઈએ ઉઘરાણું માગવા જતા પેમેન્ટને બદલે વાયદા કરતા હતા. વાયદા બાદ બંને વેપારીઓએ બંધ એકાઉન્ટના ચેકો આપી સમય પસાર કરતા હતા. વેપારી નવીનભાઈ રૂબરૂમાં ઉઘરાણી કરવા ગયા હતા ત્યારે દિલ્લીના બંને વેપારીઓએ પેમેન્ટ આપવાનો ઈનકાર કર્યો હતો સાથે ગાળાગાળી કરી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી નવીનભાઈ સલાબતપુરા મથકે દિલ્હીના બંને વેપારી સચિન આર્યા, દિપક ઠાકુર સહિત દલાલ લાલચંદ જૈન વિરૂદ્ધ પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details