ગુજરાત

gujarat

સુરત રેલવે સ્ટેશન ઉપરથી 202 કિલો ગાંજો ઝડપાયો

By

Published : Mar 2, 2021, 8:50 PM IST

Surat
Surat

સુરત રેલવે સ્ટેશન ઉપરથી સુરત રેલવે પોલીસ દ્વારા પ્લેટફોર્મ નંબર 1 પરથી 202 કિલો ગાંજા સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ચાર વ્યક્તિઓમાંથી 2 વિદ્યાર્થીઓ છે. સુરત રેલવે પોલીસને બાતમી મળી હતી કે, પ્લેટફોર્મ નંબર એક પર ઓરિસ્સાથી આવનારી ટ્રેનમાં ચાર વ્યક્તિઓ 202 કિલો ગાંજો લાવી રહ્યા છે. જેના આધારે સુરત રેલવે પોલીસ દ્વારા પ્લેટફોર્મ નંબર એક ઉપરથી બે વિદ્યાર્થી સહિત ચાર વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

  • 2 વિદ્યાર્થીઓ સહિત 4ની ધરપકડ કરવામાં આવી
  • ઓરિસ્સાથી આવનારી ટ્રેનમાં ચાર વ્યક્તિઓ લાવી રહ્યા હતા 202 કિલો ગાંજો
  • 20 લાખથી વધુનો જથ્થો ઝડપાયો

સુરતઃ રેલવે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આજે મંગળવારે સુરત રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઓરિસ્સાથી સુરત આવનારી ટ્રેનમાં ચાર વ્યક્તિઓ પોતાની સાથે મોટા જથ્થામાં ગાંજો લાવી રહ્યા છે. આ બાતમીના આધારે સુરત રેલવે પોલીસ દ્વારા અને LCB, GRP સાથે મળીને આ એક સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં 2 વિદ્યાર્થીઓ સહિત 4 વ્યક્તિઓને 202 કિલો ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જો કે, આ ગાંજાનો એટલો મોટો જથ્થો કોને આપવા માટે લાવ્યા છે અને આ ગાંજાનો વેપાર કેટલા સમયથી કરી રહ્યાં છે અને કેટલી વાર ઓરિસ્સાથી સુરત ગાંજો લાવ્યા છે, તે બધા જ બાબતોની તપાસ હાલ ચાલી રહી છે અને 20 લાખથી વધુમાં ગાંજાનો જથ્થો છે એવુ અનુમાન છે.

સુરત રેલવે સ્ટેશન ઉપરથી 202 કિલો ગાંજો ઝડપાયો

4 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી

સુરત રેલવે સ્ટેશન ઉપરથી સુરત રેલવે પોલીસ દ્વારા પ્લેટફોર્મ નંબર 1 પરથી 202 કિલો ગાંજા સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ચાર વ્યક્તિઓમાંથી 2 વિદ્યાર્થીઓ છે.

સુરત રેલવે પોલીસ

ગાંજાના 4 આરોપીઓ

1). અજય અપલ જૈના તેની ઉંમર 22 વર્ષ છે અને હાલ અભ્યાસ કરી રહ્યો છે. રહે. ગામ- સુમંડલ પોસ્ટ. સુમંડલ તા.કોદલા જી. ગંજામ (ઓરીસ્સા) તેની પાસે 2- વજનદાર કોથળા મળી આવ્યા છે.

2). સુર્યનારાયણ સમીર રમેશચંદ્ર શાહુ ઉંમર 20 વર્ષનો છે અને હાલ અભ્યાસ કરી રહ્યો છે. રહે. ગામ- કોદલા, ઇન્ડીયન પેટ્રોલપંપની બાજુમાં ,સચીના રોડ, તા.થાના. કોદલા જિ.ગંજામ (ઓરિસ્સા) તેની પાસેથી 1 - વજનદાર કોથળા મળી આવ્યા છે.

3). પીન્ટ બિબાધરા પોલાઇ ઉંમર 22 વર્ષનો છે અને હાલ મજુરી કામ કરે છે. રહે. ગામ- કોરલા, ભાઇગા સાહી (મહોલ્લો) જગન્નાથ મંદીરની બાજુમાં તા.થાના. કોદલા જિ.ગંજામ (ઓરિસ્સા) તેની પાસે 2- વજનદાર કોથળા મળી આવ્યા છે.

4). હરા જોગીન્દર શાહુ ઉંમર 22 વર્ષનો છે અને હાલ સંચાખાતામાં મજુરી કરે છે. હાલ, આશાપુરી- ગલી નંબર- 1 ભાડેથી, પાંડેસરા સુરત. મુળ.ગામ. સુમંડલ , પંજાબી સાહી (મહોલ્લો) પોસ્ટ. સુમંડલ તા.કોદલા જિ. ગંજામ (ઓરિસ્સા)

આ બધાજ આરોપી પાસેથી ગાંજો મળી આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details