ગુજરાત

gujarat

ખાનગીકરણના વિરોધમાં વાપીમાં બેન્ક યુનિયનોએ વિરોધ નોંધાવ્યો

By

Published : Mar 16, 2021, 10:48 PM IST

ખાનગીકરણના વિરોધમાં વાપીમાં બેન્ક યુનિયનોએ વિરોધ નોંધાવ્યો

સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ બે દિવસથી તમામ રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ હડતાળ પર છે. વલસાડ જિલ્લાના વાપીમાં પણ યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના નેજા હેઠળ ગુંજન વિસ્તારમાં વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓએ ઉપસ્થિત રહી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

  • બેન્કના ખાનગીકરણના વિરોધમાં વાપીમાં ધરણા
  • વાપીની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ જોડાયા
  • સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

સેલવાસ : મંગળવારના રોજ વાપીમાં ગુંજન વિસ્તારમાં આવેલાબેન્ક ઓફ બરોડાની શાખા ખાતર બેન્કના કર્મચારીઓએ ધરણા પ્રદર્શન યોજી સૂત્રોચ્ચાર કર્યા હતાં. યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના નેજા હેઠળ આ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધરણાના કાર્યક્રમમાં 15 અને 16 માર્ચ એમ બે દિવસ માટે તમામ રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓએ કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે, ત્યારે, યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનનાના આદેશ અનુસાર વલસાડ જિલ્લા બેન્કઓફ બરોડાના અધિકારીઓ, કલેરીકલ વર્ગના તથા પટાવાળા ભાઈઓએ હડતાળમાં જોડાયા હતાં.

ખાનગીકરણના વિરોધમાં વાપીમાં બેન્ક યુનિયનોએ વિરોધ નોંધાવ્યો

કરોડોનો બેન્ક વ્યવહાર થયો ઠપ્પ

સમગ્ર ગુજરાતમાં બે દિવસની બેન્કોની હડતાળને લઈને અંદાજિત 500 કરોડ આસપાસનો ક્લિયરિંગ વ્યવહાર ઠપ્પ થયો છે. ગુજરાતના 60 હજાર જેટલા બેન્ક કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે. વાપીમાં આયોજિત કાર્યક્રમમાં યુનિયનના પ્રતિનિધિઓએ સરકારની ખાનગીકરણની નીતિઓનો વિરોધ દર્શાવ્યો હતો. વક્તાઓએ ઉપસ્થિત અન્ય કર્મચારીઓને હડતાળ અંગેનું યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કર્મચારીઓએ સરકારની ખાનગીકરણની નીતિને વખોડી કાઢી સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

જાગો ગ્રાહક જાગો નામની પ્રચાર પત્રિકાનું વિતરણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ધરણા કાર્યક્રમના નેજા હેઠળ બેન્ક કર્મચારીઓએ ગ્રાહકોને જાગૃત કરવા, તેઓની હડતાળને સમર્થન આપવા વિરોધ પ્રદર્શનો સાથે બેન્કો પ્રત્યે સરકારની જે નીતિઓનો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. તેની ટૂંકી વિગતો સાથે જાગો ગ્રાહક જાગો નામની પ્રચાર પત્રિકાનું વિતરણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details