ગુજરાત

gujarat

રાજકોટના વાગુદળ ગામે નદીમાં ન્હાવા પડેલા બે પરપ્રાંતીય સગીરોના મોત

By

Published : Sep 19, 2021, 4:51 PM IST

Rajkot News

રાજકોટ જિલ્લાના વાગુદળ ગામે આવેલી નદીમાં ન્હાવા પડેલા ચાર યુવાનોમાંથી બે યુવાનોના ઊંડા પાણીમાં ગરક થઈ જવાના કારણે મોત નિપજ્યા છે. આ મૃતક બન્ને યુવાનો પરપ્રાંતીય છે. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

  • રાજકોટના વાગુદળ ગામે બે પરપ્રાંતીય સગીરોના મોત
  • નદીમાં ન્હાવા પડેલા સગીરોના મોત
  • પોલીસે આ મામલે વધુ તપાસ કરી

રાજકોટ: રાજકોટના લોધિકા તાલુકાના વાગુદળ ગામે આવેલી નદીમાં ન્હાવા પડેલા ચાર યુવાનોમાંથી બે યુવાનોના ઊંડા પાણીમાં ગરક થઈ જવાના કારણે મોત નિપજ્યા છે. પાણીમાં યુવાનો ડૂબ્યાની જાણ પોલીસને થયા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ મૃતક બન્ને યુવાનો પરપ્રાંતીય છે. પાણીમાં ડૂબવાના કારણે યુવાનોના મોતની ઘટના સામે આવતા યુવાનોના પરીવારજનોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજકોટના વાગુદળ ગામે નદીમાં ન્હાવા પડેલા બે પરપ્રાંતીય સગીરોના મોત

પરપ્રાંતીય યુવાનોના ડૂબી જવાના કારણે મોત

વાગુદળ ગામની નદીમાં બપોરના સમયે ન્હાવા પડેલા ચાર યુવાનો પૈકી બે નદીમાં અંદર ગરક થઈ જવાના કારણે મોત થયા છે. આ બન્ને યુવાનોમાં મધ્યપ્રદેશના 17 વર્ષના કૃણાલ પડ્યા અને બિહારનો 12 વર્ષનો અમન ગુપ્તા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ બન્ને યુવાનોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે તેમજ તેમને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે.

રાજકોટના વાગુદળ ગામે નદીમાં ન્હાવા પડેલા બે પરપ્રાંતીય સગીરોના મોત

બન્ને મૃતકો સગીર વયના હતા

નદીમાં ન્હાવા પડેલા બન્ને યુવાનોના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યા છે. મૃતક બન્ને યુવાનો સગીર વયના હોવાનું સામે આવી રહ્યું છે. આ બન્ને યુવાનો રાજકોટ GIDC મેટોડા નજીક આવેલા શ્રીનાથજી સોસાયટીમાં રહેતા હતા. યુવાનોના મોતની વાત પરિવારજનોને ખબર પડતાં પરીવારજનોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે.

રાજકોટના વાગુદળ ગામે નદીમાં ન્હાવા પડેલા બે પરપ્રાંતીય સગીરોના મોત

ABOUT THE AUTHOR

...view details