ગુજરાત

gujarat

શિક્ષકના અભદ્ર વર્તનથી વિદ્યાર્થિનીઓ બની રણચંડી, આચાર્યએ કર્યો લુલો બચાવ

By

Published : Sep 21, 2022, 1:59 PM IST

Updated : Sep 21, 2022, 2:05 PM IST

શિક્ષકના અભદ્ર વર્તનથી વિદ્યાર્થીનીઓ બની રણચંડી, આચાર્ય કર્યો લુલો બચાવ

જેતપુરમાં ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીઓ (students rally in Jetpur) સાથે અભદ્ર વર્તન, અપશબ્દ બોલવા અને સીટી મારવાની ફરિયાદ સામે આવી છે. જેને લઈને વિદ્યાર્થિનીઓ રણચંડી બનીને રેલી યોજી હતી. તો બીજી તરફ આચાર્ય શિક્ષકનો બચાવ કરતા હોવાનું સામે આવ્યું છે. (teacher indecent behavior students in Jetpur)શિક્ષકના અભદ્ર વર્તનથી ત્રસ્ત થઇ વિદ્યાર્થીનીઓ, બની રણચંડી

રાજકોટ જેતપુર શહેરમાં આવેલા કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોવાની બાબતને લઈને વિદ્યાર્થિનીઓ રણચંડી (students rally in Jetpur) બની હતી. આ મામલાથી ત્રસ્ત થઈને વિદ્યાર્થિનીઓ દ્વારા શહેરમાં સુત્રોચ્ચાર સાથે રેલી યોજીને ધરણા યોજવામાં આવ્યા હતા. તેમજ આ લંપટ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

શિક્ષકના અભદ્ર વર્તનથી ત્રસ્ત થઇ વિદ્યાર્થિનીઓ, બની રણચંડી

શું છે ઘટના કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા વિરમ નંદાણીયા નામના શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે ખરાબ વર્તન, ગાળો બોલવી તેમજ તેમની સાથે અભદ્ર વ્યવહારનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈને વિદ્યાર્થિનીઓ દ્વારા આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેવું વિદ્યાર્થિનીઓ જણાવ્યું હતું. (Kumbhani Girls High School teacher Complaint)

જેતપુરમાં વિદ્યાર્થિનીઓની રેલી

વિદ્યાર્થિનીઓને સાથ આપવા લોકો જોડાયા આ મામલે ત્રસ્ત થયેલી વિદ્યાર્થિનીઓ દ્વારા એક રેલી યોજવામાં આવી હતી. જેમાં તેમના આ અવાજને બુલંદ કરવા અને વિદ્યાર્થિનીઓ સાથે થઈ રહેલી ખરાબ વર્તન અને વ્યવહાર માટેની સમસ્યાને સાથ આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા. (Grievance by teacher in girls high school)

વાલીઓમાં રોષ

સેવામાં મેવા જેતપુરમાં વિદ્યાર્થિનીઓની આ સમસ્યામાં સાથે જોડાયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની મદદ માટે આવેલા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા બાળકો અને કાર્યકર્તાઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. (teacher indecent behavior students in Jetpur)

આચાર્ય કર્યો લુલો બચાવ

શિક્ષકે ગાળો કાઢીને સીટી વિદ્યાર્થિનીઓ દ્વારા શિક્ષકના અભદ્ર વ્યવહાર તેમજ ખરાબ વર્તનથી પરેશાન થતા શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે આવી પહોંચી હતી. બાદમાં આ વિદ્યાર્થિનીઓ દ્વારા રેલી યોજીને જેતપુર-નવાગઢ નગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષક સામે બાયો ચડાવી અને સૂત્રોચ્ચાર કરીને ધરણા યોજવામાં આવ્યા હતા. જ્યાં સુધી કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી તેઓ ચુપ નહિ બેસે તેવું જણાવ્યું છે. જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીઓને ગાળો કાઢીને સીટી મારીને અભદ્ર વર્તન કરવામાં આવતી હોવાની રાવ કરી છે.

જેતપુરમાં વિદ્યાર્થિનીઓના ધરણા

વિદ્યાર્થિનીઓની માંગ આ મામલે શાળા આચાર્ય દ્વારા તો જાણે કોથળા માંથી બિલાડું કાઢ્યું હોય તેમ આ બાબતે કોઈ રાવ જ નથી તેવું જણાવી જાણે શિક્ષકના બચાવ કરતા હોય તેવું જણાઈ આવ્યું છે, ત્યારે અભદ્ર વ્યવહારને લઈનેવિદ્યાર્થિનીઓ દ્વારા આ શિક્ષક સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને તેમને સસ્પેન્ડ કરીને અહિયાથી કાઢી મુકવાની માંગ કરીને અવાજ બુલંદ કર્યો છે. આ ઉપરાંત શિક્ષણ દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે આ પ્રકારના અભદ્ર વ્યવહારને લઈને વાલીઓમાં પણ રોષ ભભૂક્યો છે. (Kumbhani Girls High School teacher)

પોલીસ કાર્યવાહી તરફ

આચાર્યના સંબંધી શિક્ષક આ અંગે મળતી માહિતી મુજબ આ શિક્ષક આચાર્ય બિંદુ ચંદ્રવાડિયાના નજીકના સંબંધી હોવાથી તેમની ભૂલોને અને તેમની આવી કરતૂતોને આજદિન સુધી છાવરતા હતા અને તેમનો બચાવ કરતા હોય તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. આ ઉપરાંત આ શિક્ષકના નાના ભાઈ કે જેઓ અહિયાં અગાઉ નોકરી કરતા હતા. તે પ્રવીણ નંદાણીયા દ્વારા પણ અગાઉ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું. (Students strike in Jetpur)

શિક્ષક સસ્પેન્ડ કરીને જેલની બતાવીબારીજેમાં તેમની સામે ત્રણ વર્ષ પૂર્વે જ આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી અને તેને સસ્પેન્ડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, ત્યારે આ બાબતે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિરમ નંદાણીયા નામના શિક્ષક સામે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કલમ 354 D, 504, P.O.C.S.O. ACT 12 મુજબ ગુનો દાખલ કરી તેમની અટકાયત કરવામાં આવી છે.(Jetpur Police)

Last Updated :Sep 21, 2022, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details