ગુજરાત

gujarat

રાજકોટમાં એક 108 એમ્બ્યુલન્સ એવરેજ 17 કેસ કરે છે હેન્ડલ

By

Published : Apr 13, 2021, 4:57 PM IST

Updated : Apr 13, 2021, 7:00 PM IST

રાજ્યમાં અત્યારે કોરોનાની પરિસ્થિતિ દિવસે-દિવસે વકરી રહી છે ત્યારે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ પોતાના વિક ઓફ પણ નથી લઈ રહ્યા અને દિવસ-રાત માત્ર દર્દીઓની સેવામાં લાગ્યા છે. રાજકોટની 1 એમ્બ્યુલન્સ ઓછામાં ઓછા 17 જેટલા એવરેજ કેસ અટેન કરે છે.

108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ પોતાના વિક ઓફ પણ નથી લઈ રહ્યા
108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ પોતાના વિક ઓફ પણ નથી લઈ રહ્યા

  • બીજી લહેરમાં આરોગ્ય કર્મચારીઓની કામગીરી વધી
  • 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ પોતાના વિક ઓફ પણ નથી લઈ રહ્યા
  • એમ્બ્યુલન્સના કર્મચારીઓ દિવસ-રાત માત્ર દર્દીઓની સેવામાં લાગ્યા

રાજકોટઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતાંની સાથે જ આરોગ્ય કર્મચારીઓની કામગીરીમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રાજકોટમાં 6 જેટલી નવી 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં મળીને કુલ-31 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં કુલ-130થી વધુનો સ્ટાફ દિવસ-રાત કામગીરી બજાવી રહ્યો છે. જ્યારે આ 108 એમ્બ્યુલન્સના પાઇલોટે હજુ સુધી એક પણ રજા ન લીધી હોય તેવી ઘટના રાજકોટમાં સામે આવી છે. જ્યારે કોરોના મહામારી દરમિયાન આ કર્મચારીઓ પોતાનો વિક ઓફ પણ નથી લઈ રહ્યા અને દિવસ-રાત માત્ર દર્દીઓની સેવામાં લાગ્યા છે.

બીજી લહેરમાં આરોગ્ય કર્મચારીઓની કામગીરી વધી

આ પણ વાંચો:રાજકોટમાં કોરોના બેકાબૂ, રસ્તા પર દર 4 મિનિટે જોવા મળે છે એમ્બ્યુલન્સ

એક 108 એમ્બ્યુલન્સ એવરેજ 17 કેસ કરે છે અટેન

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ વકર્યા બાદ સૌથી વધુ કામગીરી જો વધી હોય તો તે આરોગ્ય કર્મચારીઓની છે. એમ પણ રાજકોટમાં દરરોજ કોરોનાના 300 કરતા વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. આ કોરોના પોઝિટિવ કેસમાં મોટાભાગના કેસ તો એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે ત્યારે રાજકોટમાં કુલ-31 જેટલી 108 એમ્બ્યુલન્સ છે. જેમાં 130થી વધુનો સ્ટાફ છે. આ તમામ કર્મચારીઓ દિવસ-રાત એક કરીને બને એટલા વહેલા દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડી રહ્યા છે. 1 એમ્બ્યુલન્સ ઓછામાં ઓછા 17 જેટલા એવરેજ કેસ અટેન કરે છે.

અમદાવાદ, બરોડા, સુરતની સાપેક્ષતાએ રાજકોટની કામગીરી સારી

108 રાજકોટની ટીમ દ્વારા રાજ્યના અન્ય શહેરોની સાપેક્ષતાએ સારી કામગીરી કરવામાં આવતી હોવાનું પણ નોંધાયું છે. હાલ એપ્રિલ માસની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં એક 108 એમ્બ્યુલન્સ એવરેજ 14 કેસ અટેન કરે છે. જ્યારે બરોડામાં 13 અને સુરતમાં 15 કેસ એક એમ્બ્યુલન્સ અટેન કરે છે, પરંતુ આ બધામાં રાજકોટની 108ની ટીમ દ્વારા એવરેજ સૌથી વધુ એટલે કે 17 જેટલા કેસ અટેન કરવામાં આવે છે. જે રાજ્યના અન્ય મહાનગરો કરતા વધુ નોંધાયા છે.

આ પણ વાંચો:એક જ દિવસમાં સુરતમાં 10 મોત, દર 7થી 15 મિનિટમાં 108 એમ્બ્યૂલન્સની એન્ટ્રી

130થી વધુનો સ્ટાફ દિવસ-રાત લાગ્યો કામે

ETV Bharat સાથે રાજકોટ 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર મિલન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં 130થી વધુનો સ્ટાફ 108માં કામ કરે છે, પરંતુ હજુ સુધી આ કર્મચારીઓ દિવસ-રાત એક કરીને પણ દર્દીઓની સેવા કરી રહ્યા છે. એકપણ કર્મચારી રજા પર કે પોતાના વિક ઓફ પર નથી ગયા. જ્યારે બે જેટલા 108ના પાઇલટ કોરોના પોઝિટિવ આવ્યા હતા તે પણ હાલ સ્વસ્થ થઈને પોતાની કામગીરીમાં લાગી ગયા છે. આમ, કોરોનાની બીજી લહેરમાં આરોગ્ય કર્મચારીઓની કામગીરી વધી છે, છતાં પણ અમારા કર્મચારીઓ દિવસ-રાત એક કરીને કામ કરી રહ્યા છે.

Last Updated :Apr 13, 2021, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details