ગુજરાત

gujarat

Lioness Attack in Jaffrabad : સિંહણે ત્રણ લોકોને કર્યા લોહીલુહાણ

By

Published : Jul 18, 2022, 10:11 AM IST

Lioness Attack in Jaffrabad : સિંહણે ત્રણ લોકોને કર્યા લોહીલુહાણ

જાફરાબાદ તાલુકામાં ખુંખાર બનેલી હિંસણના (Lioness Attack in Jaffrabad) આટાંફેરા જોવા મળ્યા છે. જ્યાં સિંહણે ત્રણ વ્યક્તિ પર ભયંકર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે. લોકોને જાણ થતા તાત્કાલિક આ ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જૂનાગઢ : ગીર પંથક તેમજ જૂનાગઢ આસપાસ વિસ્તારના પ્રાણીઓ (Lioness Attack in Jaffrabad) ક્યારેક ખોરાક માટે રસ્તા પર આવી જતા હોય છે. ક્યારેક પ્રાણી ઉશ્કેરાઈ જતા લોકો પર હુમલો પણ કરી દેતા હોય છે. ત્યારે જાફરાબાદ તાલુકના બાબરકોટ ગામે સિંહણોના આટાંંફેરા જોવા મળ્યા હતા. બાબરકોટ ગામમાં સિંહણે ત્રણ વ્યક્તિ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. સિંહણના ખતરનાક હુમલા બાદ આસપાસના લોકોએ તાત્કાલિક (Lioness Attack at Babarkot Village) હોસ્પિટલ ખસેડાયા હતા.

આ પણ વાંચો :વરસતા વરસાદની વચ્ચે સિંહ પરિવાર તરસ છિપાવતા જોવા મળ્યા

3 કર્મચારી પર હુમલો - આ સિંહણે સવારના સમયે 3 કર્મચારી પર હુમલો (Lioness Attack in Junagadh) કરીને તેને ઇજાગ્રસ્ત કર્યા હતા. જેને પકડવા માટે વન વિભાગની ટીમ કાર્યરત હતી. આવા સમયે પથ્થરોની ખાણ વિસ્તારમાં છુપાયેલી અને હિંસક બનેલી સિંહણે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વધુ એક વખત આક્રમકતાનો મિજાજ દર્શાવીનેત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો છે. ત્રણેય વ્યક્તિને સારવાર માટે રાજુલાની હોસ્પિટલોમાં (Lion Rescue Operation) ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :ખાંભાના ઇંગોરાળા ગામમાં સિંહે પશુનું કર્યું મારણ

સાવચેત રહેવા લોકોને અપીલ - પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ પણ લોકોને સાવચેત રહેવા અને જ્યાં સુધી (Rescue Operation of Junagadh Forest Department) સિંહણ પાંજરે ન પુરાય ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળવા લોકોને વિનંતી કરી છે. હિંસક બનેલી સિંહણને યુદ્ધના ધોરણે પાંજરે પુરવા માટે વનવિભાગની ખાસ ટીમ બોલાવવામાં આવી હતી. જે રાત્રે સિંહણને જૂનાગઢ સાસણ અને ધારીની રેસ્ક્યુ ટીમે સિંહણને બેભાન કરીને પાંજરે પૂરી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details