ગુજરાત

gujarat

Migratory Birds in Gir Forest: શિયાળો શરૂ થતાં જ ભાગ્યે જ જોવા મળતું પક્ષી બેસરા પક્ષીનું જૂનાગઢમાં આગમન

By

Published : Dec 6, 2021, 9:23 AM IST

Updated : Dec 6, 2021, 10:08 AM IST

Migratory Birds in Gir Forest: શિયાળો શરૂ થતાં જ ભાગ્યે જ જોવા મળતું પક્ષી બેસરા પક્ષીનું જૂનાગઢમાં આગમન
Migratory Birds in Gir Forest: શિયાળો શરૂ થતાં જ ભાગ્યે જ જોવા મળતું પક્ષી બેસરા પક્ષીનું જૂનાગઢમાં આગમન

શિયાળાની શરૂઆત થતાં જ વિશ્વના અનેક દેશમાંથી યાયાવર પક્ષીઓ (Migratory Birds in Gir Forest) અહીં આવતા હોય છે. ત્યારે ગીરના જંગલમાં પણ બેસરા નામનું પક્ષી (Besara bird in Junagadh) ગિરનારની લાલઢોરી વિસ્તારમાં જોવા મળ્યું હતું. જ્યારે સાસણ વિસ્તારમાં અમુર બાજ નામનું શિકારી પક્ષી (A bird of prey named Amur Baj in Sasan area) પણ જોવા મળ્યું હતું. તો આ બેસરા નામના પક્ષીને (Besara bird in Junagadh) નમન દોશી નામના પક્ષીપ્રેમીએ જોયું હતું. જોકે, આ પક્ષી ભારતનું જ છે, પરંતુ ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતું ( the rare bird Besara arrives in Junagadh) હોય છે.

  • શિયાળાની શરૂઆત થતાં જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ
  • ગિરના જંગલમાં દુર્લભ બેસરા નામનું પક્ષી જોવા મળ્યું
  • સાસણ વિસ્તારમાં અમુર બાજ નામનું પક્ષી જોવા મળ્યું

જૂનાગઢઃ શિયાળાની શરૂઆત થતાં જ વિશ્વમાંથી સ્થળાંતરિત થઈને આવતા પક્ષીઓ ધીમેધીમે ગીર જંગલ તરફ (Migratory Birds in Gir Forest) આવતા જોવા મળી રહ્યા છે. આવા જ બે પક્ષી અમુર બાજ (A bird of prey named Amur Baj in Sasan area) અને બેસરા નામનું પક્ષી ગિરનારની (Besara bird in Junagadh) લાલઢોરી વિસ્તારમાં નમન દોશીને અને સાસણ વિસ્તારમાં કરીમ કડીવારને જોવા મળ્યું છે. અમુર બાજ વિદેશી પક્ષી છે, જે શિયાળા દરમિયાન સ્થળાંતર કરીને ભારતના વિસ્તારમાં જોવા મળે છે. જ્યારે બેસરા નામનું પક્ષી ભારતનું પક્ષી (Besara bird in Junagadh) છે, પરંતુ ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતું પક્ષી (the rare bird Besara arrives in Junagadh) છે જે લાલઢોરી વિસ્તારમાં જોવા મળ્યું છે.

ગિરના જંગલમાં દુર્લભ બેસરા નામનું પક્ષી જોવા મળ્યું

આ પણ વાંચો-પોરબંદરમાં જોવા મળ્યું સાઈબીરિયાનું યાયાવર પક્ષી, અભયારણ્યના કર્મચારીએ બનાવેલો વીડિયો વાઈરલ

શિયાળો પૂર્ણ થતાં અમુર બાજ પોતાના વતન સાઈબેરિયા પરત ફરે છે

અમુર બાજ નામનું શિકારી પક્ષી શિયાળા દરમિયાન અરબી સમુદ્રના વિસ્તારમાં સ્થળાંતરિત થઈને 3થી 4 મહિના સુધી આ વિસ્તારમાં રોકાણ કરે છે અને શિયાળો પૂર્ણ થતા જ ફરી તેના વતન સાઈબેરિયા અને ચીન તરફ પરત ફરતું જોવા મળે છે. બીજી તરફ ગિરનારની લાલઢોરી વિસ્તારમાં માંસાહારી અને શિકારી પક્ષી તરીકે ઓળખાતું બેસરા નામનું પક્ષી યુવાન (Besara bird in Junagadh) પક્ષીપ્રેમી નમન દોશીને ગિરનારની લાલઢોરી વિસ્તારમાં જોવા મળ્યું હતું. આ પક્ષી ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતાં (the rare bird Besara arrives in Junagadh) પક્ષી તરીકે ઓળખવામાં આવે છે જે પાછલા ત્રણ વર્ષથી સતત ગિરનારમાં જોવા મળી રહ્યું છે

ગીરનું જંગલ સિંહની સાથે દેશવિદેશના પક્ષીઓનું પણ બની રહ્યું છે સ્વર્ગ

ગીરનું જંગલ ગીર કેસરી માટે સમગ્ર વિશ્વમાં જાણીતું અને માનીતું છે, પરંતુ આ જ ગીર અને ગિરનારનું જંગલ દેશ વિદેશના પક્ષીઓ માટે પણ સ્વર્ગ સમાન માનવામાં આવે છે. સાઈબેરિયા અને ચીનના પ્રદેશોમાં પ્રજનનકાળ દરમિયાન જોવા મળતું અમુર બાજ શિયાળા દરમિયાન ગીરના જંગલમાં પાછલા કેટલાક વર્ષોથી જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ગિરનારની લાલઢોરી વિસ્તારમાં બેસરા નામનું શિકારી પક્ષી જોવા મળે છે. આ બેસરા શિકારા પક્ષીથી બિલકુલ મળતું આવે છે. શિકારા અને બેસરાની ઓળખ આંખની ફરતે પીળા કલરની રિંગ આ બંને પક્ષીઓને એક બીજાથી અલગ પાડે છે.

બેસરા મોટા ભાગે પર્વતીય વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે

તો બેસરા પક્ષીની આંખની ફરતે પીળા કલરની રિંગ જોવા મળે છે, જે શિકારા પક્ષીમાં જોવા મળતી નથી. બેસરા નામનું પક્ષી પણ ખૂબ જ ભાગ્યે જ (the rare bird Besara arrives in Junagadh) જોવા મળે છે. તે મોટા ભાગે ઢળાવ વાળા પર્વતીય વિસ્તારોમાં અને ખાસ કરીને નીલગીરીના ઝાડને પસંદ કરતું હોય છે ત્યારે ગિરનારની લાલઢોરીનો વિસ્તાર ઢળાવવાળો પર્વત પ્રદેશ છે. અહીં નીલગીરીના ઝાડની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં હોવાને કારણે તે પાછલા ત્રણ વર્ષથી ગિરનારની લાલઢોરી વિસ્તારમાં જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો-મનમોહક...! કચ્છના સહેલાણી બનેલા યાયાવર પક્ષીઓનો આહ્લાદક નજારો

ગિરનાર અને સાસણમાં જોવા મળેલા બંને પક્ષીઓ શિકારી પક્ષી

બેસરા નામનું શિકારી પક્ષી ગિરનાર અને રતનમાલના જંગલોમાં જોવા મળે છે. આ પક્ષી ગરોડી અને સાપનો શિકાર કરે છે જેથી તેને શિકારી પક્ષીની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. બેસરા રતનમાલ અને ગિરનાર વિસ્તારમાં જોવા મળ્યું છે. આ પક્ષી હવામા ઉચે સુધી ઉડાન ભરતું નથી માટે નીલગીરીના ઝાડ પર બેસી રહીને અહીં તે પ્રજનન કરે છે. નિલગીરીનું ઝાડ ઊંચું હોવાથી શિકારી પ્રાણીઓ નીચેથી જોઈ શકે તે માટે તે નીલગીરીના ઝાડ પર નિવાસ કરીને પ્રજનનની સાથે ખોરાક પણ મેળવે છે. અમુર બાજ પણ શિકારી પક્ષી છે. તે બાજ પરિવારનું પક્ષી માનવામાં આવે છે. આ પક્ષી સાઈબેરિયા અને ચીનના કેટલાક વિસ્તારોમાં પ્રજનન કરે છે. શિયાળાની શરૂઆત થતાં જ તે ખૂબ મોટા પ્રમાણમાં અરબી સમુદ્રના વિસ્તારમાં સ્થળાંતર કરતાં જોવા મળે છે.

Last Updated :Dec 6, 2021, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details