જૂનાગઢજિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામમાં Khijdia of Mendara Taluka of Junagadh આજથી પંદર દિવસ પૂર્વે દલિત યુવાન જયસુખની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આજદિન સુધી જયસુખના હત્યારાઓ પોલીસની પકડમાં નહીં આવતા આજે મેંદરડામાં દલિત સમાજની Dalit society in Mendara મહારેલી અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌષધ સોલંકી અને જીગ્નેશ મેવાણીએ હાજરી આપીને ગૃહ પ્રધાનના રાજીનામાની માંગ સાથે આગામી દિવસોમાં હત્યારાઓને પકડી પાડવાની રાજ્ય સરકારને મહેતલ આપી છે. જો સરકાર જયસુખના હત્યારાઓને નહી પકડે તો સમગ્ર રાજ્યના દલિતો માર્ગ પર ઉતરીને સરકાર વિરુદ્ધ જન આંદોલન શરૂ કરશે.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામના દલિત વ્યક્તિ જયસુખભાઇ ની કેટલાક અજાણ્યા શખ્સોએ હત્યા નીપજાવી હતી ખીજડીયાના આ યુવાનની હત્યાને લઈને મેંદરડામાં યોજાયું સંમેલનજૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામના દલિત વ્યક્તિ જયસુખની કેટલાક અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. જેના આજે પંદર દિવસ કરતા વધુ સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યા છે. જેના વિરોધમાં આજે મેંદરડા પટેલ સમાજ ખાતે દલિત સમાજનું મહા સંમેલન યોજવામાં આવ્યું હતું.
આ પણ વાંચોદલિત યુવાન હત્યા કેસ: જિગ્નેશ મેવાણીએ ભાવનગરના કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
ગૃહ પ્રધાન રાજીનામું આપે તેવી જીગ્નેશ મેવાણીની માંગઆ સંમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દલિત સમાજના અગ્રણી નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્ય નૌષાધ સોલંકી અને જીગ્નેશ મેવાણીએ હાજરી આપીને જયસુખના હત્યારાઓને તાકીદે પકડી પાડવામાં આવે તેવી માંગ કરી છે. રાજ્ય સરકારને ચીમકી આપતાં જણાવ્યું છે કે, રાજ્યના ગૃહ પ્રધાન રાજીનામું Demand for Home Minister resignation આપે અને આગામી કલાકોમાં હત્યામાં સામેલ આરોપીઓને તાકીદે પકડી પાડવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યનો દલિત સમાજ જયસુખને ન્યાય અપાવવા માટે માર્ગ પર ઉતરી પડશે. તેવી ચીમકી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉચ્ચારી છે.
સંમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દલિત સમાજના અગ્રણી નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્ય નૌષાધ સોલંકી અને જીગ્નેશ મેવાણી એ હાજરી આપી યુવાનની ઘાતકી હત્યા આઝાદીના અમૃત મહોત્સવને જાખપ લગાડી એક તરફ સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં Azadi ka Amrut Mahotsav આવી રહ્યો છે. તેની વચ્ચે રાજસ્થાન અને ગુજરાતમાં દલિત સમાજના Dalit society in Gujarat કિશોર અને યુવાનની ઘાતકી હત્યા આઝાદીના અમૃત મહોત્સવને જાખપ લગાડી રહી છે. જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં કિશોરની હત્યાના વિરોધમાં પણ દલિત સમાજ આરોપીઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યો છે.
રાજ્ય સરકારને દલિત સમાજ અત્યાચારોને અટકાવવા મજબૂર કરશેરાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં પણ અમે વિરોધ કરેલો છે. રાજસ્થાન બાદ ગુજરાતની રાજ્ય સરકાર વિરુદ્ધ પણ અને ઉગ્ર આંદોલન કરીશું. જ્યાં સુધી જયસુખ મુછડીયાને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજ્યની સરકાર વિરુદ્ધ સમગ્ર દલિત સમાજ ઉગ્ર આંદોલન કરશે.
આ પણ વાંચોદલિત વિદ્યાર્થીને શિક્ષકે 18 કલાક રાખ્યો ટોયલેટમાં બંધ અને થયું કે...
ચૂંટણીમાં પણ જ્ઞાતિ જાતિના સમીકરણ દલિત સમાજ ખૂબ મોટો પ્રહાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં Gujarat Assembly Election 2022 પણ જ્ઞાતિ જાતિના સમીકરણ રાજ્યની સરકાર રચી રહી છે. તેના પર પણ દલિત સમાજ ખૂબ મોટો પ્રહાર કરશે અને રાજ્યની સરકારને દલિતો વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારોને અટકાવવા ઘટાડવા અને આરોપીને સજા અપાવવા સુધી મજબૂર કરશે.તેમ છતાં રાજ્યની સરકાર જો જયસુખ ભાઈ મુછડીયાના હત્યારાઓને પકડવામાં નિષ્ફળ રહેશે તો સમગ્ર દેશનો દલિત સમાજ રસ્તા પર ઊતરશે અને તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેવી ચિમકી ઉચ્ચારીને જયસુખ ભાઈ મુછડીયા ના હત્યારાઓને પકડી પાડવામાં આવે તેવી માંગ કરી છે