ગુજરાત

gujarat

અમરેલીમાં ભારે વરસાદને પગલે નદીનાળા છલકાયા, NDRF ની ટીમને કરવામાં આવી સ્ટેન્ડબાય

By

Published : Sep 8, 2021, 9:51 PM IST

અમરેલી જિલ્લામાં બુધવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં જિલ્લાના મોટાભાગના તાલુકામાં બેથી લઈને પાંચ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડતા ઠેરઠેર પાણી જોવા મળી રહ્યા હતા. અમરેલી જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે NDRF ની એક ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અમરેલી નજીકનો ઠેબી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. તો સાથે રાજુલા નજીક આવેલા ધાતરવડી- 2 ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. વરસાદને કારણે ડેમના નીંચાણવાળા વિસ્તારમાં આવતા 15 કરતાં વધુ ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરાયા છે.

Gujarat News
Gujarat News

  • અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
  • તમામ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ
  • વરસાદને કારણે અમરેલીનો ઠેબી અને રાજુલાનો ધાતરવડી- 2 ડેમ છલકાયા

અમરેલી: જિલ્લાના તમામ તાલુકાઓમાં બુધવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સર્વત્ર બેથી લઈને પાંચ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડતા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઠેર-ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા હતા. ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લાની શેત્રુંજી અને ગાગરડી નદીમાં ભારે ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. તો કેટલાક ગામોમાં અતિ ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયેલા જોવા મળતા હતા. અમરેલી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં કંટ્રોલરૂમ શરૂ કરીને ઉચ્ચ અધિકારીની નિમણુક પણ કરી દેવામાં આવી છે. અતિ ભારે વરસાદને પગલે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF ની એક ટીમને પણ સ્ટેન્ડબાય રાખી દેવામાં આવી છે.

અમરેલીમાં ભારે વરસાદને પગલે નદીનાળા છલકાયા

ડેમના નીંચાણવાળા વિસ્તારના 15 જેટલા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવામાં સાવચેત કરાયા

પાછલા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે અમરેલી નજીક આવેલા ઠેબી ડેમમાં 560 ક્યુસેક નવા પાણીની આવક થતાં ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. તો બીજી તરફ રાજુલા નજીક આવેલ ધાતરવડી- 2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે ડેમની નીંચાણવાળા અને નદીના પટની આસપાસ આવેલા 15 કરતાં વધુ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સલામત સ્થળે ખસી જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. મંગળવારે રાત્રીના સમયથી જ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ હતી. જે હજુ સુધી જોવા મળી રહી છે. જેને કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ અને ડેમોમાં નવા વરસાદ પાણીની આવક પણ થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં લોકોને સાવચેતી દાખવવા અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા પણ વિનંતી કરવામાં આવી છે.

અમરેલીમાં ભારે વરસાદને પગલે નદીનાળા છલકાયા

ABOUT THE AUTHOR

...view details