ગુજરાત

gujarat

ઉદ્યોગકારોનો આશાવાદઃ દીવાળી સુધીમાં દીવનો પર્યટન ઉદ્યોગ ફરી ધમધમતો થશે

By

Published : Aug 27, 2020, 6:04 PM IST

ઉદ્યોગકારોનો આશાવાદઃ દીવાળી સુધીમાં દીવનો પર્યટન ઉદ્યોગ ફરી ધમધમતો બનશે
ઉદ્યોગકારોનો આશાવાદઃ દીવાળી સુધીમાં દીવનો પર્યટન ઉદ્યોગ ફરી ધમધમતો બનશે ()

આગામી દીવાળી સુધીમાં દીવની રોનક ફરી પાછી જોવા મળશે તેવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે. સંઘ પ્રદેશ દીવ આગામી દીવાળી સુધીમાં ફરી પાછું પર્યટન ઉદ્યોગથી ધમધમી ઊઠશે તેવું દીવના ઉધોગકારો માની રહ્યાં છે. કોરોના સંક્રમણને લઈને જે પ્રકારે છેલ્લાં પાંચ મહિનાથી દીવનો ટુરિઝમ ઉદ્યોગ સદંતર બંધ રહેવા પામ્યો છે.

દીવઃ સંઘ પ્રદેશ દીવને પર્યટન રાજધાની માનવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન અહીં દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં પર્યટકો આવીને આનંદની સાથે તેમની નિરાંતની પળો માણતાં હોય છે. પરંતુ છેલ્લાં પાંચ મહિનાથી જે પ્રકારે કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે. જેના પગલેે દીવ સૂમસામ જોવા મળી રહ્યું છે. અહીંના બીચ અને બીયર બાર પર્યટકોને સમગ્ર વિશ્વમાંથી ખેંચી લાવે છે. પરંતુ પાછલા પાંચ મહિનાથી દીવના બીચ સુમસામ જોવા મળી રહ્યાં છે અને બીયર બાર આજે પણ ખાલીખમ ભાસી રહ્યાં છે. જેની માઠી અસરો દીવના પર્યટન ઉદ્યોગ પર જોવા મળી રહી છે.

ઉદ્યોગકારોનો આશાવાદઃ દીવાળી સુધીમાં દીવનો પર્યટન ઉદ્યોગ ફરી ધમધમતો બનશે
સંઘ પ્રદેશ દીવ બાર મહિના પર્યટકોથી ઊભરાયો જોવા મળતો હોય છે ખાસ કરીને ઉનાળાના ચાર મહિના અહીંના બીચ સૌ કોઈને ઠંડક આપતાં હોય છે તે પ્રકારે પર્યટકોથી ઉભરાયેલા જોવા મળતાં હોય છે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન દીવ માનવ મહેરામણથી ઉભરાયેલું જોવા મળતું હોય છે પરંતુ lock down દરમિયાન દીવ જન્માષ્ટમીના તહેવારોમાં પણ સૂમસાન જોવા મળતું હતું.
ઉદ્યોગકારોનો આશાવાદઃ દીવાળી સુધીમાં દીવનો પર્યટન ઉદ્યોગ ફરી ધમધમતો બનશે

હવે જ્યારે અનલોક તબક્કામાં ચોથો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં દીવાળી સુધીમાં દીવ ફરી પાછા પોતાના અસલ મિજાજમાં જોવા મળશે તેવો આશાવાદ દીવના હોટેલ અને લીકર ઉદ્યોગકારો વ્યકત કરી રહ્યાં છે. દીવના ટુરિઝમ ઉદ્યોગ પર ખૂબ જ માઠી અસરો જોવા મળી રહી હતી, પરંતુ હવે unlock તબક્કામાં મળી રહેલી કેટલીક છૂટછાટોને લઈને આગામી દિવસોમાં દીવ ફરીથી તેની મસ્તી સાથે જોવા મળશે તેવો આશાવાદ દીવના ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details