ગુજરાત

gujarat

જૂનાગઢમાં છેલ્લા 24 કલાકથી અતિભારે વરસાદ, 100 વર્ષ જૂનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો

By

Published : Sep 13, 2021, 6:37 PM IST

જૂનાગઢમાં છેલ્લા 24 કલાકથી અતિભારે વરસાદ
જૂનાગઢમાં છેલ્લા 24 કલાકથી અતિભારે વરસાદ

જૂનાગઢ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન અતિભારે વરસાદ પડી રહ્યો છે. સાથે સાથે ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે, જેને કારણે દાતાર પર્વતની પર્વતમાળાઓમાં બનાવવામાં આવેલો 100 વર્ષ કરતાં વધુ જૂનો વેલિંગ્ટન ડેમ ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે, જેના કારણે ડેમમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ નીકળી રહ્યો છે; જે જુનાગઢ શહેરમાંથી પસાર થઈને સ્થાનિક નદીઓમાં જોવા મળી રહ્યો છે.

  • છેલ્લા 24 કલાકથી જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ
  • અતિભારે વરસાદને કારણે જૂનાગઢનો વેલિંગ્ડન ડેમ ઓવરફ્લો
  • ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત ડેમ ઓવરફ્લો
  • નરસિંહ મહેતા સરોવરમાં આવ્યું વરસાદી પાણી

જૂનાગઢ: જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારો તેમજ ગિરનારની પર્વતમાળાઓમાં છેલ્લા 24 કલાકથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે દાતાર પર્વતની પર્વતમાળાઓમાં બનાવવામાં આવેલો વેલિંગ્ડન ડેમ આજે ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. દાતાર અને ગિરનાર પર્વત પર પડી રહેલા અતિભારે વરસાદને કારણે ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત 100 વર્ષ કરતા વધુ જૂનો વેલિંગ્ડન ડેમ આજે ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં અત્યાર સુધી વરસાદની ઘટ જોવા મળતી હતી, ત્યારે ગત રાત્રીથી શરૂ થયેલો વરસાદ વરસાદની ઘટને પૂરી કરવામાં ઘણો જ મદદગાર બની રહ્યો છે.

ભારે વરસાદને કારણે જૂનાગઢ નરસિંહ મહેતા સરોવર છલકાયું

24 કલાકથી પડી રહેલા આ અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢ નરસિંહ મહેતા સરોવર પણ આજે ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત છલકાતું જોવા મળ્યું. તો બીજી તરફ શહેરમાં સતત અવિરત અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે શહેરમાં આવેલો એક માત્ર જોષીપરા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેને કારણે અહીંથી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

જૂનાગઢમાં છેલ્લા 24 કલાકથી અતિભારે વરસાદ

15 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો

અત્યાર સુધીમાં જૂનાગઢ શહેરના ગિરનાર પર્વત પર 15 ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયો છે અને હજુ પણ જૂનાગઢ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હજુ પણ વરસાદને લઈને પરિસ્થિતિ વિકટ બની શકે છે, પરંતુ વરસાદની ગતિ મર્યાદિત થતા હવે પાણીનો પ્રવાહ ધીમેધીમે ઓછો થશે જેને કારણે મુશ્કેલીમાંથી પણ લોકોને રાહત મળી શકે છે.

વધુ વાંચો: જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ, તમામ ડેમો છલકાયા

વધુ વાંચો:ભાવનગરમાં સોમવારે અનરાધાર વરસાદ: જાણો ડેમોની સ્થિતિ અને તાલુકામાં વરસાદ

ABOUT THE AUTHOR

...view details