ગુજરાત

gujarat

નીતિન પટેલ સહિત નારાજ પ્રધાનોને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા છે: હાર્દિક પટેલ

By

Published : Sep 16, 2021, 10:41 PM IST

હાર્દિક પટેલ
હાર્દિક પટેલ ()

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ યોજાઈ ગઈ. કુલ 24 સભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં 10 પ્રધાનો કેબિનેટ કક્ષાના અને 14 પ્રધાનો રાજ્યકક્ષાના છે. જેમાંનો રિપીટ થિયરી અંતર્ગત સિનિયર નેતાઓને પડતા મુકાયા છે અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. અગાઉની રૂપાણી સરકારમાં રહેલા તમામ સિનિયર પ્રધાનોના પત્તા કપાઈ ગયા છે.

  • જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું
  • વરસાદમાં લોકોને નુક્સાન થયું છે તેમને સહાય અને મદદ કરવામાં આવે
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રાજીનામુ જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવ્યું છે: હાર્દિક પટેલ

ન્યૂઝ ડેસ્ક: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાઈ ગઈ. કુલ 24 સભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં 10 પ્રધાનો કેબિનેટ કક્ષાના અને 14 પ્રધાનો રાજ્યકક્ષાના છે. રાજ્યકક્ષાના 14 પૈકી પાંચ પ્રધાનોને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં તેમના સહિત કુલ 25 પ્રધાનોનો સમાવેશ થયો છે. જેમાંનો રિપીટ થિયરી અંતર્ગત સિનિયર નેતાઓને પડતા મુકાયા છે અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે.

નીતિન પટેલ ખુદ શપથગ્રહણ સમારંભમાં સ્ટેજ પર પહોંચ્યા હતા

જો કે, એક એવી અફવા પણ ફેલાઈ હતી કે, નારાજ નીતિન પટેલ છે અને તેમના સંપર્કમાં 12થી 14 ધારાસભ્યો હોવાની વાત ફેલાઈ હતી, તેઓ બળવો કરી શકે છે તેમ પણ અફવા ફેલાઈ હતી. જો કે આ વાતમાં કેટલો દમ છે એ તો આવનારો સમય બતાવશે, પણ હાલ તો નીતિન પટેલ ખુદ શપથગ્રહણ સમારંભમાં સ્ટેજ પર પહોંચ્યા હતા.

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે

આ બાબતનો ફાયદો ઉઠાવીને હાર્દિક પટેલે મોટુ નિવેદન આપ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જામનગરમાંથી નિવેદન આપ્યુ છે કે, જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં તંત્રની અને ખાસ કરીને ચિંચાઇ વિભાગની બેદરકારીના કારણે અસંખ્ય ગામડાઓમાં પાકો, પશુપાલનોને નુક્સાન થયું છે. આવા સંજોગોમાં સરકારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે અને ધ્યાન આપે તે માટે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. તત્કાલિન ધોરણે જે તે લોકોને નુક્સાન થયું છે તેમને સહાય અને મદદ કરવામાં આવે.

હાર્દિક પટેલ

ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં અસફળ રહ્યું છે

હાર્દિક પટેલે અન્ય એક ટ્વીટ પણ કર્યું હતું. તેમાં લખ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રાજીનામુ જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવ્યું છે. નીતિન પટેલ સહિત નારાજ પ્રધાનોને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા છે. ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં અસફળ રહ્યું છે. ઓક્સિજનની તંગી, લોકોના મોત, સ્મશાનોની તસવીરોથી જનતા નારાજ છે. અસલી પરિવર્તન આગામી વર્ષે ચૂંટણીઓ બાદ આવશે જ્યારે જનતા ભાજપને સત્તા પરથી ઉખાડી ફેંકશે.

ABOUT THE AUTHOR

...view details