ગુજરાત

gujarat

ETV ભારતના અહેવાલની અસર અધિકારીઓ દોડી આવ્યા મેળાના  સ્થળે અને કર્યું નિરીક્ષણ

By

Published : Aug 10, 2022, 9:22 PM IST

અધિકારીઓ પદાધિકારીઓ દોડી આવ્યા મેળા સ્થળે અને કર્યું નિરીક્ષણ ETV ભારતના અહેવાલની અસર

જામનગરમાં શ્રાવણ માસના મેળાનું આયોજન(Jamnagar Janmashtami Fair 2022) કરયેલા લોકમેળામાં લગાવવામાં આવેલી રાઈડ્સની ટિકીટમાં બેફામ લૂંટ ચાલી રહી છે. આ સાથે જ સરકારના નિયમોનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન થતું પણ જોવા મળી રહ્યું છે. આવું આગળ ETV Bharatના અહેવાલમાં પ્રસારિત કર્યું હતું. જેની અસરથી જામનગર મહાનગરપાલિકાના(Jamnagar Municipality) મેયર, કમિશનર, જિલ્લા પોલીસ વડા અને પ્રાંત અધિકારી મેળાનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.

જામનગરશહેરમાં જન્માષ્ટમીના મેળા(Jamnagar Janmashtami Fair 2022) ચાલુ કરવામાં આવ્યો છે. જોકે આ મેળામાં અનેક ખામીઓ હોવાની વિગતો હોવાનો અહેવાલ ETV Bharatમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. આજરોજ જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબહેન કોઠારી, મહાનગરપાલિકાના કમિશનર(Jamnagar Municipal Commissioner) વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા(Jamnagar Police Chief) પ્રેમસુખ ડેલુ, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર મેળાનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.

ળામાં ફાયર સેફટીના સાધનો ક્યાંય પણ જોવા મળતા નથી ગમે ત્યારે આગ લાગે અથવા તો કોઈ આકસ્મિક ઘટના બને તો જવાબદાર કોણ

આ પણ વાંચોઆ મેળામાં જતા પહેલા કરાવી લેજો વીમો નહીં તો

મેળામાં રાઇડ્સના ભાવમાં કાળાબજારીETV Bharatના અગાઉના અહેવાલ પ્રમાણે ઉલ્લેખનીય છે કે મેળામાં રાઇડ્સના ભાવમાં કાળા બજારી(Black market in prices of rides) થતી હોવાની વિગતો પણ બહાર આવી છે. મેળાની ટિકિટમાં કોઈપણ જાતના ભાવ લખ્યા ન હોવાના કારણે મન ફાવે તેવી રીતની ટિકિટનો ભાવ લેવામાં આવી રહ્યો હોવાની વાત બહાર આવી છે.

આ પણ વાંચોTarnetar Fair 2022 લમ્પીથી તરણેતરના મેળાની રંગત થઇ ફિક્કી રદ થઇ બે સ્પર્ધા

લોકોને કોઈ અગવડ ન પડે તે માટે ચકાસણી અને નિરીક્ષણ કરવામાં આવ્યુંશહેરના જન્માષ્ટમીના મેળામાં ફાયર સેફટીના કોઈ સાધનોની સુવિધા જોવા મળી ન હતી. જેથી જો કોઈ ફાયરને લગતી દુર્ઘટના થાય તો તેવી પરિસ્થિતિમાં જવાબદાર કોણ હશે. આ બાબતનો ETV Bharatમાં અગાઉ અહેવાલ પ્રસારિત હતો. જેની અસર આવતા જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું કે, મેળામાં આવતા લોકોને કોઈ અગવડ ન પડે, અવ્યવસ્થા ન સર્જાય તેની ચકાસણી અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details