ગુજરાત

gujarat

Lumpy Virus in Gujarat લમ્પી વાયરસને લઈને કોંગ્રેસ મહિલા કોર્પોરેટરનો અનોખો વિરોધ

By

Published : Aug 10, 2022, 3:08 PM IST

Updated : Aug 10, 2022, 7:46 PM IST

Lumpy Virus in Gujarat : લમ્પી વાયરસને લઈને કોંગ્રેસ મહિલા કોર્પોરેટરનો અનોખો વિરોધ
Lumpy Virus in Gujarat : લમ્પી વાયરસને લઈને કોંગ્રેસ મહિલા કોર્પોરેટરનો અનોખો વિરોધ ()

જામનગરમાં વિપક્ષનો લમ્પી વાયરસને લઈને અનોખો (Lumpy Virus in Gujarat) વિરોધ સામે આવ્યો છે. વિરોધ પક્ષે લમ્પી વાયરસને લઈને તંત્ર (Congress Protests over Lumpy Virus) અને સરકાર પર આક્ષેપ કર્યા હતા.

જામનગર : રાજ્યમાં સતત લમ્પીએ કાળો કહેર મચાવ્યો છે. પશુઓના ટપોટપ (Lumpy Virus in Gujarat) મૃત્યુ નિપજી રહ્યા છે. ત્યારે જામનગર પંથકમાં દિન પ્રતિદિન લમ્પી વાયરસના આંકડા ચિંતાજનક સામે આવતા રહે છે. જેને લઈને વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની આજરોજ ટાઉનહોલ ખાતે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ જનરલ બોર્ડ યોજાય તે પહેલા જ કોંગ્રેસ મહિલા કોર્પોરેટર નંદાણીયા (Opposition to Congress in Gujarat) દ્વારા લમ્પી વાયરસ મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:લમ્પી વાયરસથી મૃત્યું પામેલા પશુઓના માલિકોને સહાય ચૂકવવા ધારાસભ્યની માંગ

શું આક્ષેપ કર્યા - કોંગી મહિલા કોર્પોરેટર રચના નંદાણીયા જનરલ (Congress Protests over Lumpy Virus) બોર્ડ ખાતે પહોંચીને વિરોધ કર્યો હતો. આક્ષેપ કર્યા હતા કે, સ્થાનિક તંત્ર લમ્પી વાયરસને નાબૂદ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રોજ 50થી 100 જેટલી ગાયોના મૃત્યુ નિપજી રહ્યા છે, છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. રસીકરણ કરવામાં આવી રહ્યું છે પણ તેના કોઈ (Lumpy virus in Jamnagar) ફાયદા પશુઓમાં જોવા મળતા નથી. આ પ્રકારના આક્ષેપ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો:Lumpy virus in Gujarat : 22 જિલ્લામાં લમ્પી વાઇરસનો ખોફ, રસીકરણ અને ગાયોના મોતની સરકારે આપી માહિતી

ઇન્જેક્શન પશુઓને - થોડા સમય પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય (Lumpy virus vaccination) વિક્રમ માડમે રસીકરણને લઈ બે પશુ ડોક્ટર વચ્ચેની વાતચીતનો ઓડિયો મીડિયા સમક્ષ જાહેર કર્યો હતો અને માત્ર પાણીના ઇન્જેક્શન પશુઓને આપવામાં આવતા હોવાનું વાત બહાર આવી હતી. જોકે, તે ઓડીયોને લઈને સરકારે પણ ખુલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક તરફ ચુંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષ જાગ્યું છે, તો બીજી તરફ પશુને લઇને (Lumpy Death Animal) ચિંતા વ્યક્ત કરી પણ બરાબર છે. પરંતુ સરકાર દ્વારા રસીકરણની કામગીરી પણ કરવામાં આવી છે, ત્યારે હવે જોવું રહ્યું કે આ કાળમાંથી ક્યારે લોકો અને પશુઓ બહાર આવે છે.

Last Updated :Aug 10, 2022, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details