- રાજકોટના લોધિકામાં રાજ્યનો સૌથી વધુ 8 ઈંચ વરસાદ
- છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડામાં 6 ઈંચથી વધુ વરસાદ
- છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં 4થી 8 ઈંચ
ગાંધીનગર: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(State Emergency Operations Center) દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે 26 જુલાઇના સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લાં 24 કલાક દરમિયાન રાજકોટના લોધિકા તાલુકામાં 198 મી.મી., છોટાઉદેપુર તાલુકામાં 190 મી.મી., કવાંટ તાલુકામાં 182 મી.મી., બેચરાજી તાલુકામાં 160 મી.મી., કાલાવાડ અને તિલકવાડા તાલુકામાં 147 મી.મી. એટલે કે 6 ઈંચથી 8 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો-Gujarat Rain Update: રાજકોટમાં ભારે વરસાદથી હોસ્પિટલમાં ભરાયા પાણી, બે મકાનો પણ ધરાશાયી
19 તાલુકામાં 4થી 6 ઈંચ વરસાદ
ગુજરાત(Gujarat)ના બોટાદ, કપરાડા, માણાવદર, કુતિયાણા, શંખેશ્વર, ગઢડા, જોટાણ, વિજાપુર, વંથલી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, બોડેલી, કરજણ, મહેસાણા, પ્રાતિજ, રાજકોટ, સૂત્રાપાડા, ડભોઈ અને ફતેપુરા સહિત 19 તાલુકામાં 4થી 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે 60 તાલુકાઓ એવા છે, જ્યાં 2થી 4 ઈંચ અને 75 તાલુકામાં એકથી 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ 80 તાલુકાઓમાં એક ઈંચથી ઓછો એટલે કે 24 મી.મી.થી એક મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.
ચાલુ મોસમનો 32.58 ટકા વરસાદ
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 32.58 ટકા એટલે કે 273.65 મી.મી. વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 35.19 ટકા, જયારે કચ્છ ઝોનમાં 30.25 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 31.89 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 30.08 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 28.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
બપોરના 12 વાગ્યા સુધી 153 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(State Emergency Operations Center) દ્વારા મળતી વિગત મુજબ આજે 26 જુલાઇના બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 153 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ તાપીના ડોલવણ તાલુકામાં 78 મી.મી. એટલે કે ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.